NATIONAL

માફિયા ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારી કરાઈ હત્યા

ઉત્તરપ્રદેશના માફિયા ગેંગસ્ટર અતિક અહેમદ અને તેના ભાઈ અશરફ અહેમદની ગોળી મારી હત્યા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, બે દિવસ પહેલા જ માફિયા ગેંગસ્ટર અતિક અહેમદના પુત્રને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રયાગરાજની કોલવિન હોસ્પિટલ પાસે હુમલો ત્યારે થયો જ્યારે પોલીસ ટીમ અતિક અને અહેમદને લઈ જઈ રહી હતી. આ દરમિયાન ત્રણ હુમલાખોરો સુરક્ષાની આટલી ઘેરાબંધી વચ્ચે આવી ગયા અને ધડાધડ ફાયરિંગ કરીને અતિક અને તેના ભાઈ અશરફનું ઢીમ ઢાળી દીધું હતું. આ હુમલામાં એક પોલીસ કોન્સ્ટેબલ પણ ઘાયલ થયો છે, જેનું નામ માન સિંહ છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. હાલ ગોળી ચલાવનાર વિશે કોઈ જ ખબર પડી નથી. પરંતુ સ્થળ પર હાજર જય શ્રીરામના નારા સંભળાયા હતા. બંનેના મૃતદેહને મેડિકલ કોલેજની અંદર લઈ જવામાં આવ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!