MORBIMORBI CITY / TALUKO

મોરબી: ઉદ્યોગપતિનું અપહરણ કરી ખંડણીના પૈસા વસુલી કરનારના ત્રણ ઇસમો ઝડપાયા

મોરબીના ઘૂટું ગામથી તલાવીયા શનાળા તરફ જતા રોડ પરથી કારખાનેદરનું અપહરણ કરી છોડાવવાના બદલામાં રૂ ૫ લાખની ખંડણી વસુલી જીજ્ઞેશ મહાદેવભાઈ ભટ્ટાસણાને અમદાવાદ નજીક ઉતારી એમપી તરફ નાસી ગયા હતા જે બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ મથકમાં અપહરણ અને ખંડણીનો ગુનો નોંધી તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી હતી અને અલગ અલગ્તીમો બનાવી સીસીટીવી ફૂટેજ અને હુમન સોર્સીસથી આરોપીઓનો રૂટ તપાસતા ઇકો કાર લઈને મધ્યપ્રદેશ તરફ ગયા હોવાની બાતમી મળી હતી

જેથી ટીમ મધ્યપ્રદેશ એક ટીમ તપાસમાં રવાના કરી હતી અને મધ્યપ્રદેશના ધાર જીલ્લાના મનાવર તાલુકાના સરસગાવ ગામેથી આરોપી રોહિત ઉર્ફે રાજકુમાર નાનુરામ મંડલોઈ (ઉ.વ.૨૩) રહે મધ્યપ્રદેશ, જયંતકુમાર હરિહર બહેરા (ઉ.વ.૩૦) અને તપનકુમાર ઉર્ફે મનોજ હરિહર બહેરા (ઉ.વ.૨૭) રહે બંને ઓરિસ્સા એમ ત્રણ ઇસમોને ઝડપી લઈને ખંડણી પેટે મેળવેલ રૂ ૨.૧૬ લાખ અને ગુનામાં વપરાયેલ ઇકો કાર એમપી ૦૯ ઝેડસી ૨૭૭૮ કીમત રૂ ૨ લાખ મળીને કુલ રૂ ૪.૧૬ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે તો અન્ય આરોપી પવન ખુમસિંગ નરગેસ અને રાજેશ ગજાનંદ નરગાંવે રહે બંને એમપી વાળાને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા, પીએસઆઈ વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, ફતેસંગ પરમાર, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, કેતનભાઈ અજાણા, પૃથ્વીરાજસિંહ જાડેજા, કુલદીપભાઈ કાનગડ, દેવશીભાઈ મોરી, હરપાલસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!