SABARKANTHAVIJAYNAGAR

નિર્માએ ૫.૮૮ મીટરની છલાંગ લગાવી ગુજરાત માટે સિલ્વર મેડલ મેળવ્યો.

નિર્માએ ૫.૮૮ મીટરની છલાંગ લગાવી ગુજરાત માટે સિલ્વર મેડલ મેળવ્યો.

ખેડૂત પરિવારની નિર્માએ સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ અને કોલેજનું ગૌરવ વધાર્યું

સાબરકાંઠાના વિજયનગર તાલુકાના અંતરિયાળ આદિજાતિ વિસ્તારની ખેડૂત પરિવારની દિકરી નિર્મા ભુરાજી અસારીએ ચેન્નઇના થીરુવનંમાલૈમાં તા. ૨૮થી ૩૦ એપ્રિલ ૨૦૨૩ દરમિયાન રમાયેલી ૨૧મી નેશનલ ફેડરેશન કપ એથ્લેટીક ગેમ્સમાં અંડર ૨૦માં સિલ્વર મેડલ મેળવી ગુજરાત અને સાબરકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.

ભાંખરા ગામની વતની અને હાલ સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમ હિંમતનગર ખાતે રહીને મહેતાપુરાની મહિલા કોલેજમાં અભ્યાસ કરતી ૧૯ વર્ષિય દિકરીએ સમગ્ર દેશમાં પોતાનુ અને પોતાના પરિવારનું નામ રોશન કરવાની સાથે જિલ્લા અને રાજ્ય નું નામ રોશન કર્યું છે. આ સ્પર્ધામાં સમગ્ર દેશમાંથી ૨૭ રાજ્યના ૬૪૦થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં નિર્માએ ૫.૮૮ મીટર લાંબી કૂદ લગાવી સિલ્વર મેડલ પોતાના નામે કર્યું હતું. ખુબ જ સામાન્ય પરિવારમાંથી આવતી આ દીકરી પોતાના ખેડૂત પિતાને ગૌરવાન્વિત કર્યા છે. તેને સાબિત કર્યું કે સફળતા માટે માત્રને માત્ર અથાગ પરિશ્રમ જોઇએ.

નિર્મા જણાવે છે કે તેના પિતા ભાંખરા ગામે ખેતી કરીને તેને અને તેના બે નાના ભાઇઓને ભણાવે છે.આ જીત માત્ર તેની એકની નહી પરંતુ તેના સમગ્ર પરિવાર અને તેના ગુરૂજનો અને ખાસ સાબર સ્પોર્ટ્સ સ્ટેડિયમની છે. અભ્યાસની સાથે તેને રમતગમતમાં વધુ રસ હોવાથી તે અહી સાબર સ્ટેડિયમમાં રહી અભ્યાનની સાથે રમત ની તાલીમ મેળવી રહી છે. વધુમાં નિર્મા જણાવે છે કે આ સ્પર્ધા માટે તેને ખાસ તાલિમ મળી અને તેના કોચ શ્રીસંજય યાદવે તેની સાથે ખુબ જ મહેનત કરી છે. કોચશ્રી તરફથી મળેલ શિસ્તબધ્ધ તાલિમ અને માતા-પિતાના આશિર્વાદ તેની સફળતાની ચાવી છે.

કોચશ્રી યાદવ જણાવે છે કે નિર્માએ આ સ્પર્ધા માટે અથાગ પરીશ્રમ કર્યો છે. સતત અને શિસ્ત બદ્ધ મહેનત કરી છે. લાંબી કૂદ માટે તે સતત અભ્યાસ કરી પોતાનું કૌશલ્ય વધુને વધુ નિખારવા હંમેશા મેદાન પર જ મળે તે ક્યારે પોતે થાકી હોવાનું બહાનુ કે મારાથી નહી થાય તે શબ્દ તેના મોઢે નથી આવ્યા. આ સફળતા તેના પરીશ્રમની સફળતા છે. વધુમાં તેઓ જણાવે છે કે, નિર્માએ અગાઉ નેશનલ લેવલે ખુબ સારા પ્રદર્શન કર્યા છે. ભવિષ્યમાં ભારત માટે એથ્લેટીક્સ માં સુવર્ણ ચંદ્રક લાવશે એવો મને દૃઢ વિશ્વાસ છે.

નિર્માની આ સફળતાએ સમાજમાં એક નવી દિશા સૂચન કર્યું છે. આજે આપણી આ દિકરી પિતાને તેમજ સાબરકાંઠા અને વિજયનગરના ભાંખરા ગામને ઓળખ આપી છે. જે દિકરા કરી શકે તે દિકરી પણ કરી શકે છે માતા-પિતાની ઓળખ બની શકે છે. નિર્માનુ સપનું ઓલિમ્પિક્સમાં ભારતનું સુવર્ણ પદક અપાવાનુ અને માતા-પિતા અને પોતાના ગુરૂનુ નામ રોશન કરવાનું છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!