AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

વિદેશમાં અભ્યાસર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ માટે વડોદરામાં એજ્યુકેશન ફેર 2023 નું આયોજન

 

ભારતીય વિધાર્થીઓ માટે વિદેશ અભ્યાસ કરવા જવાનું સપનું ખૂબ જ સરળ બની રહ્યું છે તેવા સમયમાં વડોદરા ખાતે આગામી ૭ મે ૨૦૨૩ ના રોજ એક ખાસ કાર્યક્રમ અંતર્ગત શહેરનો સૌથી મોટો ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન કરવામાં આવી રહ્યું છે.

 

વડોદરા ખાતે છેલ્લા 25 વર્ષથી કાર્યરત કે.સી. ઓવરસીઝ એજ્યુકેશન દ્વારા આ પ્રકારના ખાસ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 નું આયોજન શહેરની સયાજી હોટલ ખાતે કરવામાં આવી રહ્યું છે જેમાં વિદેશમાં અભ્યાસ માટે ઇચ્છુક વિદ્યાર્થીઓને એક જ સ્થળ પર અમેરિકા, કેનેડા, યુ.કે, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા અને અન્ય યુરોપિયન દેશોમાં અભ્યાસ માટેની માહિતી મળી રહે તેવા સુંદર પ્રયાસ સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ના આયોજનમાં જુદા જુદા 8 દેશોની યુનિવર્સિટીના રિપ્રેઝન્ટેટિવ સાથે ઇચ્છુક વિદ્યાર્થીઓ મુલાકાત કરી યુનિવર્સિટી, કોલેજ, કોર્સ, ફી સાથે જ રહેવાની વ્યવસ્થાઓ અને 100% સુધીની એપ્લિકેશન ફી વેવર તથા અલગ અલગ સ્કોલરશીપ પ્રોગ્રામની પણ માહિતી પણ મળી રહેશે.

આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 માં ઇચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કોઈ એન્ટ્રી ફી રાખવામાં આવી નથી અને વિદ્યાર્થીઓને પોતાના સર્ટિફિકેટ સાથે આવવા માટે સૂચન આપવામાં આવી રહ્યું છે.

9328220820 આ નંબર પર ફક્ત રજિસ્ટ્રેશન કરીને કોઈપણ વિદ્યાર્થીઓ આ ફેરમાં ભાગ લઈ શકે છે.

તો આપના બાળકો ના ઉચ્ચ અભ્યાસ માટે અને વિદ્યાર્થીઓ કે જે વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેમને ખાસ આ ઓવરસીઝ એજ્યુકેશન ફેર 2023 ના આયોજનમાં ભાગ લેવા આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!