JUNAGADHMANGROL

માંગરોળ: લંબોરા ગામમાં મરધા ફામૅ બંધ કરવાના કોટૅના હુકમના અનાદર બદલ રાવ,

* વિવાદ વાળી જગ્યાએથી ખસેડવા હૂકમ કરાયો હતો

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના લંબોરામાં ચાલતું મરધા ફામૅ બંધ કરવા તેમજ વિવાદિત જગ્યાએથી અન્ય જગ્યાએ સ્થળાંતર કરવાના કોટૅના હુકમનું પાલન ન થતાં સબ ડિવિ મેજીસ્ટ્રેટે ફોમૅના સંચાલક વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરીયાદ નોંધાવી છે. લંબોરાના સવેં નં 98 પૈકીની જમીનમાં ચાલતા મરધાં ફામૅનો મામલૉ સબ.ડિવિ મેજી ( કેશોદ )ની કોટૅમાં પહોંચ્યો હતો.

જે અંતર્ગત ગત 22 એપ્રિલ 2022ના રોજ આ મરધા ફામૅ વિવાદ વાળી જગ્યાએથી ખસેડવા હુકમ કરાયો હતો.જેની સામે ફામૅના સંચાલકે એડી.ડિસ્ટ્રિ .એન્ડ સેશન્સ કોર્ટમાં રિવિઝન અરજી દાખલ કરી હતી. અને સબ.ડિવિ. મેજી .નો હુકમ કાયમ રાખવામાં આવ્યો હતો.

હુકમમાં દશૉવેલ સમય મયૉદા પૂણૅ થતાં નાયબ પોલીસ અધિક્ષક , જીપીસીબી ( જૂનાગઢ)ના.પશુપાલન નિયામક તથા મામલતદારને હૂકમની અમલવારી કરી રિપોર્ટ કરવા જણાવાયું હતું. મામલતદાર 21/07/2022 અને 14/03/23 ના સંચાલકને પત્ર પાઠવી ફામૅ બંધ કરવા તેમજ મરધાંનું અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા જણાવ્યું હતુ દરમ્યાન તાજેતરમાં મામલતદાર દ્વારા કરવામાં આવેલા રિપોર્ટમાં આ મરધાં ફામૅ બંધ કરવામાં આવેલ ન હોવાનું જાહેર થયું હતું .કચેરીના હુકમનો ભંગ થતાં આઈપીસી કલમ 189 મુજબ ફરિયાદ દાખલ કરાઈ હતી.

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ —–

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!