BANASKANTHAPALANPUR

બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં અંબાજી ખાતે લોકો સાથે લોકદરબાર યોજવામાં આવ્યો

18 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસથી મોતની ઘટનાને બાદ રાજ્ય સરકાર હરકતમાં આવી છે, ને આવા રીતે તત્વો સામે કડકમાં કડક સજા તે થાય તે માટે રાજ્ય સરકાર કટીબધ્ધ બની છે એટલુજ નહી રાજ્ય ગ્રુહમંત્રીએ પણ આવા ગેરકાયદેસર રીતે નાણાં ધીરતા લોકો ને વધુ વ્યાજ ના નામે રુપીયા પડાવતા લોકો સામે સક્ત કાર્યવાહી કરવા માટે આદેશ અપાયા છે, ત્યારે લોકોમાં પણ આવા તત્વો ની ચુંગાલમાં ફસાય નહીં અને જો ફસાયા હોય તો ન્યાયક માંગણી માટે પોલીસ નો સંપર્ક કરવા જણાવ્યું છે લોકોમાં આવા વ્યાજખોરોને ડામવા માટે જાગૃતિ લાવવા આજે બનાસકાંઠા જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં યાત્રાધામ અંબાજી ખાતે લોકો સાથે લોકદરબાર યોજવામાં આવ્યો હતો.આ અંગે મહેન્દ્રભાઈ અગ્રવાલ ના જણાવ્યા અનુસાર વ્યાજખોરો કોઈપણ જાતની કનણગત હોય તો તાકીદે ફરિયાદ આપવા પણ તેમને સૂચન કર્યું હતું. જો કે આજે અંબાજીમાં યોજાયેલા લોક દરબારના કાર્યક્રમમાં પણ વ્યાજખોરોની ફરિયાદ ઉઠવા પામી હતી એટલું જ નહીં પાડોશી રાજ્ય રાજસ્થાનમાંથી પણ કેટલાક લોકો નાણા આપી અને મોટું વ્યાજ પડાવતા હોવાની ફરિયાદો જાણવા મળી હતી જો કે તે બાબતે જિલ્લા પોલીસવાળા તાકીદે ફરિયાદ દાખલ કરાવવા માટે સૂચનો કર્યા હતા જ્યારે જિલ્લા પોલીસવડા અક્ષયરાજ મકવાણા એ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં હમણાં સુધી 35 જેટલી વ્યાજખોરો વિરુધ્ધ ફરિયાદો મળી છે અને તેમના દસ્તાવેજી પુરાવા મેળવી કોર્ટમાં રજૂ કર્યા હોવાનું પણ તેમને માહિતી આપી હતી સાથે લોકોએ પણ જાગૃત બની અને આવા તત્વો અને ઝેર કરવા માટે પોલીસને સહકાર આપવા માટે અપીલ કરવામાં આવી હતી આજે અંબાજી ખાતે જિલ્લા પોલીસવાળા સહિત અંબાજી પોલીસના બાબતે લઈ જાગૃતિને લાવવા માટે જે લોક દરબાર યોજવામાં આવ્યો હતો તમામ મોટી સંખ્યામાં લોકો જોડાઈ અને તેને માર્ગદર્શન મેળવ્યું હતું અને પોતાની દાદ ફરિયાદ પણ રજૂ કરી હતી

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!