ABADASAKUTCH

અબડાસા તાલુકાના નલિયા ખાતે પ્રાંત કચેરી માં સંકલન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું.

૧૯-મે

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

નલીયા કચ્છ :- નાયબ કલેકટર શ્રી દેવાંગ ભાઇ રાઠોડ … તાલુકા વિકાસ અધિકારીશ્રી રાઠવા સાહેબ.નલીયા પીએસઆઇ.વી.આર.ઉલવા સાહેબ,જખૌ પીએસઆઇ ડામોર સાહેબ,આઈસીડીએસ.ના અધિકારી,સિંચાઇ વિભાગ અબડાસા ના અધિકારી,આર.એન.બી વિભાગ ના અધિકારી,તથા તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.જેમાં એનક મુદ્દા ઉપર રજૂઆતો કરવામાં આવી હતી.જેમાં પ્લાન અઘતન કરવા સુચના આપી તથા કંટ્રોલરૂમ ના ઓર્ડર કરવા તથા દરેક કચેરીને અગતન સ્ટાફ માહિતી મોકલવી આપવા જણાવ્યું હતું. ડેમો ની અગત્ય ની જાણ મેળવવા ના.કા.ઈ. સિંચાઈને જણાવ્યું હતું.પૂર તથા વધુ વરસાદમાં પીવાના પાણીની વ્યવસ્થા બાબતે પાણી પુરવઠા નલિયા ઓફિસર ને સૂચના આપી હતી.કેનાલ જર્જરી રસ્તાઓ તથા મેન્ટેનન્સ ને લગતી કામગીરી પૂર્ણ કરવા જણાવ્યું. વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે પીજીવીસીએલ નલિયા અને કોઠારા ને સુચના અપાઈ હતી. ડ્રેનેજ લાઈનો સફાઈ કરવા જણાવ્યું તથા પાણી ભરાવવાનો પ્રશ્ન ના રહે તે બાબતે સૂચના અપાઈ હતી. આશ્રય સ્થાનો ના વહીવટ કરતા નો સંપર્ક સાધી વ્યવસ્થિત કરવા જણાવ્યું. ઉંડાણવાળા/પાપડી વાળા વિસ્તારમાં ચેતવણી વાળા સાઈન બોર્ડ લગાવવા આર એન બી પંચાયત રાજ્યને સુચના આપવામાં આવી. પાણી ભરાતા વિસ્તારોને ઓળખી તેના પર યોગ્ય કાર્યવાહી કરવા તથા મફતનગર (નલિયા), માનપુરા (કોઠારા) વિસ્તારમાં ભરાતા પાણીના પ્રશ્નો નિકાલ કરવા ટીડીઓ સાહેબને સૂચના આપવામાં આવી . તથા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

રિપોર્ટ :- રમેશભાઈ ભાનુશાલી નલિયા  કચ્છ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!