NARMADATILAKWADA

નર્મદા: કોયારી ગામના ખેડૂતો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરનાર સામે ફરિયાદ નોંધાઈ

*નર્મદા: કોયારી ગામના ખેડૂતો સાથે લાખો રૂપિયાની ઠગાઇ કરનાર સામે ફરિયાદ નોંધાઈ*

વસિમ મેમણ : તિલકવાડા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા કોયરી ગામના 8 જેટલાં ખેડૂતો પાસેથી લાખો રૂપિયાનો કપાસ લઈ જઈ, આરોપીઓએ આપેલા બધાજ ચેક ખાતામાં પૈસા ન હોવાના કારણે બાઉન્સ થતાં ખેડૂતોએ આખરે ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના ફિચવાડા ગામના આરોપી સહિત 3 આરોપીઓ સામે તિલકવાડા પોલીસ મથકમાં છેતરપિંડી અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે.

બનાવની વિગત મુજબ ફરિયાદી ખેડૂત કાંતિભાઈ રમણભાઈ બારીયા રહે. કોયારિ તા.તિલકવાડા જી.નર્મદાનાઓની ફરિયાદ મુજબ તા.15/04/23 ના રોજ તેમનાં ગામના અને કુટુંબીક ભાઈ દિનેશભાઈ બબાભાઈ બારીયા સાથે સહદેવ રાજ રહે. ફિચવાડા તા.ઝઘડિયા જી. ભરૂચ તથા રાજુભાઈ (જેના પૂરા નામ સરનામા ખબર ના હોય) તેમના ઘરે આવી કપાસના વહેપારી હોવાની ઓળખાણ આપી, કોયારી ગામમાંથી છેલ્લા બે વર્ષથી કપાસ લઈ જઈ નિયમીત પૈસા આપી જતો હોવાનો ભરોસો કરાવી તા.17/4/23 ના રોજ મનુભાઈ નેજાભાઈ સેલાર (જેના પૂરા સરનામાની ખબર ન હોય) ના હસ્તે પૈસા મોકલાવવા વાયદો કરી ફરિયાદી ખેડૂત સહિત ગામનાં બીજા 7 જેટલા ખેડૂતો પાસેથી કુલ 21.422 કિલો રૂ.17.12.570 નો કપાસ બે આઇસર ટેમ્પામાં ભરી લઈ ગયા હતા

બાદમાં વાયદા મુજબ પૈસા ન આવતા ફરિયાદી સહિત તમામ ખેડૂતો દ્વારા વારંવાર પૈસાની માંગણી કરાતા તા.29/4/23 ના રોજ આરોપી મનુભાઈ નેજાભાઈ સેલારે ફરિયાદીને રાજપીપળા ખાતેથી યુનિયન બેન્કના રૂ. 9.62.640 ના 4 ચેક આપ્યા હતા જ્યારે તા.1/5/23 ના રોજ સુરત ખાતેથી સહદેવ રાજે દિનેશભાઈ બબાભાઈ બારીયાને રૂ.5.79.189 ના આઇ.સી.આઈ.સી.આઈ. બેન્કના ત્રણ ચેક આપ્યા હતા, જે ચેક તારીખ મુજબ બેન્કમાં જમા કરાવતા આરોપીના એકાઉન્ટમાં પૂરતા નાણાં ન હોવાના કારણે ચેક બાઉન્સ થયા હતા

ત્યાર બાદ તા.20/5/23 ના રોજ ફરિયાદી તથા અન્ય એક ખેડૂત ફિચવાડા આરોપીના ઘરે જઈ પૈસાની માંગણી કરતા હુ તમારી સાથે આવી તમને તમારા પૈસા આપુ છું એમ કહી પોતાની ફોર વ્હીલ ગાડી લઈ ભાગી જતાં ફરિયાદીએ તા. 5/6/23 ના રોજ તિલકવાડા પોલીસ મથકમાં સહદેવ રાજ, તથા રાજુભાઈ, અને મનુભાઈ નેજાભાઈ સેલાર વિરૂદ્ધ છેતરપિંડી અને ઠગાઇ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!