BHUJKUTCH

આંગણવાડી મારફતે મળતા પોષણયુકત આહારમાંથી વિવિધ વાનગી બનાવી હું અને મારું બાળક આરોગીએ છીએ ચંદ્રિકાબેન ગોહિલ.મિરઝાપર. 

૯-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રમેશ મહેશ્વરી – કચ્છ

ભુજ કચ્છ :- ગુજરાત સરકાર માતા અને બાળકોની ચિંતા કરીને માતૃશક્તિ યોજના હેઠળ આંગણવાડી મારફતે પોષણયુકત આહાર પુરો પાડી રહી છે. જેના કારણે એક ધાત્રી માતાને જરૂરી તમામ પ્રકારના પોષકતત્વો પુરતા પ્રમાણમાં મળી રહે છે એવું મિરઝાપરના ચંદ્રિકાબેન ગોહિલે જણાવ્યું હતું .તેઓ ઉમેરે છે કે, ઉપરોકત યોજના હેઠળ મળતા તુવેરદાળ, ચણા, તેલ તથા બાલશક્તિ ભોગમાંથી હું વિવિધ વાનગી બનાવું છું , મારું બાળક આહાર લેતું થયું છે તો સાથે તેને પણ બાલશક્તિ લોટમાંથી વાનગી બનાવીને જમાડું છું. સરકારના કારણે ડિલીવરી પહેલા કે બાદ મને પણ કોઇ સમસ્યા નથી સર્જાઇ તથા મારા બાળકનો ઉછેર પણ યોગ્ય રીતે થઇ રહ્યો છે. આ બદલ હું મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યકત કરું છું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!