NARMADA

નેત્રંગ તાલુકા ની પ્રાથમિક શાળા થવા બ્રાન્ચમાં બાળ સંસદ ચૂંટણી યોજાઇ*

*નેત્રંગ તાલુકા ની પ્રાથમિક શાળા થવા બ્રાન્ચમાં બાળ સંસદ ચૂંટણી યોજાઇ

 

*ચૂંટણી પ્રક્રિયાથી માહિતગાર કરવા શાળાકીય આયોજન*

 

ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા થવા બ્રાન્ચ માં દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળ સંસદ ચુંટણીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બાળ સંસદ એટલે બાળકોની બાળકો દ્વારા અને બાળકો માટે ચાલતી સંસદ કે જેમાં બાળકો શાળા અને વર્ગખંડના નીતિ નિયમો ઘડવામાં સક્રિય બની ભાગ લે તેમજ શાળાના વ્યવસ્થાપનમાં, વિકાસમાં, સુધારમાં અને નિર્ણયોમાં ભાગીદારી રાખે તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

બાળ સંસદ ચૂંટણી માટે શાળા દ્વારા પહેલા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જે મુજબ ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માંથી ૧૨ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી હતી. ચૂંટણી માટે ૨ મતદાન મથકો ફાળવવામાં આવ્યા હતા. ચૂંટણી પ્રક્રિયા માટે શાળાના શિક્ષકોને પ્રિસાઈડીંગ ઓફિસર, પોલિંગ ઓફિસર તેમજ પોલીસ અધિકારીની જવાબદારી સોંપી બેલેટ પેપર ની જગ્યાએ ટેબલેટ્સ નો ઉપયોગ કરી ચૂંટણી યોજવામાં આવી હતી. ચૂંટણીમાં શાળાના વિદ્યાર્થીઓએ તેમજ શિક્ષકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અને બાળકો માંથી હોદેદારો નિમણૂક કર્યા હતા.

 

આ તકે શાળાના આચાર્યશ્રી અને ચૂંટણી અધિકારી શ્રી માધવસિંહ વસાવા એ જણાવ્યું હતું કે બાળ સંસદ વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને વ્યક્તિગત વિકાસના સંદર્ભે એક મહત્વની શરૂઆત છે. જાગૃતિ સાથે ચૂંટણીલક્ષી જાગૃતિ કેળવે તે હેતુસર બાળ સંસદની ચૂંટણી કરવામાં આવે છે, બાળકો જ્યારે ઉમેદવારી નોંધાવે છે અને ઉમેદવારીમાં ફોટો સહિત EVM મશીન પર જેમ ભારત સરકાર માં ચૂંટણી થઈ રહી હોય છે, તે જ પદ્ધતિથી અમે બાળકોમાં જાગૃતિ આવે તે હેતુસર ચૂંટણી કરાવીએ છીએ, જેમાં શાળાના તમામ બાળકો, શિક્ષકો અને આચાર્ય સહિત ભાગ લે છે અને આવનાર દિવસમાં બાળકોને શાળા માંથી જ આગેવાની મળી રહે એવો હેતુ સિદ્ધ કરીએ છીએ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!