NANDODNARMADA

રાજપીપળા પોલીસે સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

રાજપીપળા પોલીસે સરકારી ગાડીમાંથી વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો

Govt. of gujrat લખેલ ટાટા સુમો ગાડી માંથી વિદેશી દારૂ ઝડપાતા અનેક અટકળો

રાજપીપળા: જુનેદ ખત્રી

નાંદોદ તાલુકાના નાના રાયપુરા ગામના બસ સ્ટેન્ડ પાસેથી સરકારી ગાડીમાં લવાતા વિદેશી દારૂ સાથે એક ઈસમને રાજપીપળા પોલીસે ઝડપી લીધો હતો ત્યારે સરકારી ગાડી સહિત વિદેશી દારૂની બોટલો પોલીસે જપ્ત કરી છે

પોલીસ ચોપડે નોંધાયેલ ફરિયાદ અનુસાર સુમો ગાડીનાં ડ્રાઈવર તેજશભાઈ નાગજીભાઈ રાવળ રહે.રાજપીપલા વિશાવાગા એ પોતાના કબ્જાની ટાટા સુમો ગાડી નંબર GJ-22-G- 0128 માં ગાડીની વચ્ચે આવેલ સીટની નીચેના ભાગે ભારતીય બનાવટનો ઈંગલીશ દારુ બોટલ નંગ.૧૨ કિ.રૂ.૧૮૦૦/- તથા ટાટા સુમો ગાડી જેની કીમત રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૦૧,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ વેચાણ કરવાના ઈરાદે રાખી પોલીસ રેઇડ દરમિયાન પકડાઈ જતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ દારૂ સાથે મુદ્દામાલ ઝડપાયેલ ગાડી ટાટા સુમો કરજણ સિંચાઇ યોજના, રાજપીપળા ની સરકારી ગાડી હોવાનું જાણવા મળ્યું છે અને આ સરકારી ગાડી માં દારૂની ૧૨ બોટલ મળી આવી હતી આ બોટલો કોનાં માટે લઈ જવાતી હતી ? અને સરકારી ગાડીનો દારૂની ખેપ મારવામાં કેમ ઉપયોગ કરવામાં આવ્યો ? તેવા સવાલ અહી ઉઠ્યા છે ત્યારે હાલમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!