IDARSABARKANTHA

હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી

* હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી*
——
વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યોગ કર્યા
—–
*યોગ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને આજે વૈશ્વિક સ્થાન મળ્યું છે.
– મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર*
——

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં વહેલી સવારે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે.

તેમણે વધુ ઉમેરતાં કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે.

આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુનાઈટેડ નેશન્સથી વીડિયો સંદેશ દ્વારાથી જોડાયા હતા. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાયા હતા.

આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા, , કલેક્ટરશ્રી નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા, નિવાસી અધિક કલેકટર શ્રીબ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીમહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા, શહેર અગ્રણી શ્રી જે ડી પટેલ, સિદ્ધાર્થ પટેલ, અધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગપ્રેમી જનતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!