JUNAGADHMANGROL

માંગરોળ નજીક અકસ્માતમાં યુવાનની નજર સામે મિત્રનું મોત

જૂનાગઢ જિલ્લાના માંગરોળ પાસે બાઈક સવાર યુવાનની નજર સામે તેના મિત્રનું અકસ્માત મૃત્યુ નિપજ્યું હતું અને યુવકને ઈજા થઈ હતી.

કેશોદ ખાતે રહેતા અને લાદી કામ કરતા લિલેશન મોગારામ ઉ.વ.21 અને તેનો મિત્ર આશિષ અમૃતભાઈ પરમાર ઉ.વ.24 ગઈકલે રાત્રે તેમના મોટરસાયકલ પર લોએજ ગામેથી કેશોદ તરફ આવી રહ્યા હતા .

ત્યારે રસ્તામાં માંગરોળ તાલુકાના વલ્લભગઢ ગામના પાટીયા પાસે પાછળથી પુરઝડપે આવેલા અજાણ્યા વાહને બાઈકને ઠોકર લગાવી હતી.

અકસ્માતમાં બંને મિત્રોને ઈજા થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં આશિષ પરમારનું મોત નિપજ્યું હતું

—— રિપોર્ટર વસંત અખિયા માંગરોળ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!