SABARKANTHA

હિંમતનગરના મેડીસ્ટાર હોસ્પિટલે મૃત બાળકીને 12 કલાક સુધી સારવાર આપી હોવાનું ખુલતા આ હોસ્પિટલ ને પીએમજેએવાય માંથી બ્લેક લિસ્ટ કરવામાં આવી

સાબરકાંઠા…

હિંમતનગરમાં અક્ષય કુમારની ફિલ્મ ગબ્બર ઈઝ બેક જેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં શહેરની મેડીસ્ટાર હોસ્પિટલે મૃત બાળકીને 12 કલાક સુધી સારવાર આપી હોવાનું ખુલતા આ હોસ્પિટલ ને પીએમજેએવાય માંથી બ્લેક લિસ્ટ કરવામાં આવી છે…

હિંમતનગર શહેરમાં અક્ષય કુમારની થોડા સમય પહેલા આવેલી ફિલ્મ ગબ્બર ઈઝ બેક જેવી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં હિંમતનગરની સહકારીજીન વિસ્તારમાં આવેલી મેડીસ્ટાર હોસ્પિટલમાં બાળકીના મૃત્યુ પામ્યા બાદ પણ ૧૨ કલાક સુધી હોસ્પિટલમાં સારવારના નામે રાખી‌ મુકી PMJAY યોજના હેઠળ આરોગ્ય વિભાગ પાસેથી પૈસા વસુલવાનું બહાર આવ્યુ છે.. ગાંધીનગરની IAS રમ્યા મોહનની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યુ હતુ.. જેમાં આ સમગ્ર મામલો પર્દાફાશ થયો હતો.. ત્યારે તાત્કાલિક અસરથી‌ મેડીસ્ટાર હોસ્પિટલને ડીએમ્પેનલ સહ બ્લેકલિસ્ટ કરવાના આદેશ કર્યા છે… તો‌ સાથે સાથે ૧૪, ૪૭, ૬૦૦ નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.. નો‌ધનીય છે કે બાળકી હોસ્પિટલમાં મૃત્યુ પામી હોવા છતા તેના પરીવારને આ બાબતે અંધારામાં રખાયા હોવાનું પણ બહાર આવ્યુ છે… તો વધુમાં બાળકના માતા પીતાને જોવા પણ ન દેતા હોવાની ફરિયાદ મળી છે…

 

  1. રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!