NARMADA

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં વધારો

ઉપરવાસમાંથી પાણીની આવક વધતા સરદાર સરોવર નર્મદા ડેમના જળસ્તરમાં વધારો

રાજપીપળા : જુનેદ ખત્રી

ગુજરાતમાં સર્વત્ર વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોટાભાગના બંધ અને તળાવોમાં પાણીની આવક વધી છે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધમાં ઉપરવાસમાંથી પાણીની આવક વધી રહી છે જેના કારણે જળ સ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે

૧૪ જુલાઈ ૨૦૨૩ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૨૫.૧૪ મીટરે નોંધાઈ છે અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટર છે હાલ પાણીની આવક ૭૨,૨૭૭ ક્યુસેક પાણીની આવક થઇ રહી છે જેની સામે રિવરબેડ પાવરહાઉસમાંથી નદીમાં જાવક ૧૩,૭૦૨ ક્યૂસેક કેનાલ હેડ પાવર હાઉસમાંથી જાવક ૪,૯૯૯ ક્યુસેક મળીને કુલ જાવક ૧૮,૭૦૧ ક્યુસેક થઈ રહી છે છેલ્લા ૨૪ કલાકમાં ડેમમાં પાણીની સપાટીમાં ૫૧ સે.મી.નો વધારો નોંધાયો છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!