AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વિકરાળ આગ લાગવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા

અમદાવાદમાં શાહીબાગ વિસ્તારમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં વિકરાળ આગ લાગવાની ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. GSTV પાસે ઘટનાના Exclusive સીસીટીવી સામે આવ્યા છે. શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં 50 જેટલા વાહનો બળીને ખાખ થઈ ગયા હોવાના અહેવાલો મળ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગની 29 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. આ આગની ઘટના વહેલી સવારે 4 વાગ્યે લાગી હોવાનું મનાય છે. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
શહેરમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જો કે કોઈ મોટી જાનહાની ટળી હતી, પરંતુ આગની ઘટનાને પગલે 100 જેટલા દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ આગની ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!