NATIONAL

ચંદ્રયાન-3 (Chandrayaan-3) અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી સફળતાપૂર્વક દૂર કરીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ મોકલી દીધું

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ મંગળવારના રોજ ચંદ્રયાન-3 (Chandrayaan-3) અવકાશયાનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી સફળતાપૂર્વક દૂર કરીને ચંદ્રની ભ્રમણકક્ષા તરફ મોકલી દીધું છે. ઈસરોએ નિવેદનમાં કહ્યું કે ‘ચંદ્રયાન-3 એ પૃથ્વીની ભ્રમણકક્ષાની  પરિક્રમા પૂર્ણ કરી લીધી છે. અને હવે તે ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે.
ઈસરોએ જણાવ્યું કે ISTRAC (ISRO ટેલિમેટ્રી, ટ્રેકિંગ અને કમાન્ડ નેટવર્ક) એ સફળતાપૂર્વક પેરીજી ફાયરિંગ કર્યું. જે બાદ સ્પેસક્રાફ્ટે ચંદ્ર તરફની યાત્રા શરૂ કરી દીધી છે. આગળનું પગલું ચંદ્ર તરફ પ્રયાણ છે. 5 ઓગસ્ટ, 2023 ના રોજ, ચંદ્રયાન-3 અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરશે. આ પછી, 16 ઓગસ્ટ સુધી, અવકાશયાન ચંદ્રની ભ્રમણકક્ષાની આસપાસ ફરશે. લેન્ડર 17 ઓગસ્ટે ચંદ્રની સપાટીથી 100 કિમી ઉપર પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થઈ જશે. ચંદ્રયાન-3 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્રની સપાટી પર ઉતરવાનું છે.
ઈસરોએ તેની મહત્વાકાંક્ષી યોજના ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈના રોજ બપોરે 2.35 કલાકે શ્રીહરિકોટા, આંધ્રપ્રદેશના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કર્યું હતું. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે. આ મિશન દ્વારા ISRO ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે જાણવાની સાથે ચંદ્રની જમીનનો અભ્યાસ કરશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!