BHUJGUJARATKUTCH

સરકાર સાથે થયેલ સમાધાન મૂજબના પડતર પ્રશ્નોનો નિવેડો ન આવતા કર્મચારીઓ દ્વારા આવેદનપત્રો આપવામાં આવ્યા.

19-ઓગષ્ટ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :-  રાજ્ય સરકારના કર્મચારીઓ અને ખાસ કરીને શિક્ષકોના હિતમાં કેટલાક મહત્વના પ્રશ્નો (૧) તા.૧/૪/૨૦૦૫ પહેલાં ભરતી થયેલ કર્મચારીઓ હાલ નવી પેન્શન યોજનામાં છે તેમને થયેલ સમાધાન મુજબ જુની પેન્શન યોજનામાં સમાવવા (૨) તા.૧/૪/૨૦૦૫ પછી ભરતી થયેલા કર્મચારીઓને સમાધાન મુજબ સી.પી.એફ.માં સરકારશ્રી દ્વારા ૧૦%ને બદલે ૧૪% ફાળો ઉમેરવા અને (૩) ૪૫ વર્ષની મર્યાદા બાદ કર્મચારીઓને પરીક્ષામાંથી મુક્તિ આપવા અને પરીક્ષા ન લેવાઈ હોય તેવા કિસ્સામાં ઉચ્ચતર પગાર ધોરણનો કેસ ટુ કેસ નિર્ણય કરવા આ ત્રણ પ્રશ્નોના ઉકેલ માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને સયુંકત કર્મચારી મોરચાના આદેશના પગલે આજે રાજ્યના તમામ ધારાસભ્યશ્રી, સંસદસભ્યશ્રી અને કલેકટરશ્રીને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. મોરચા અને રાજ્યસંઘના આદેશના પગલે કચ્છ જિલ્લામાં પણ કચ્છ જિલ્લા સયુંકત કર્મચારી મોરચા , જિલ્લા – તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ અને કર્મચારી મહામંડળ દ્વારા સાંસદ શ્રી વિનોદ ચાવડા , કલેકટર અમિત અરોરા સહિત જિલ્લાના તમામ ધારાસભ્યોને આવેદનપત્ર આપવામાં આવ્યા હતા અને તેમની માંગણી સરકારશ્રી સુધી પહોંચાડવા રજૂઆત કરવામાં આવી હતી.આ તકે કર્મચારી આગેવાનો નયનસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ જાડેજા, ભાવિન ઠક્કર, હરિસિંહ જાડેજા, કેરણા આહિર, ધર્મેન્દ્રસિંહ જાડેજા , રશ્મિકાંત ઠક્કર, ધીરજ ઠક્કર, વિલાસબા જાડેજા, જીતેન્દ્ર ઠક્કર, હરિભા સોઢા ,મનીષ પટેલ, ઘનશ્યામસિંહ જાડેજા, મેહુલ જોષી, કાંતિભાઈ સુથાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આવેદનપત્રો આપ્યા બાદ પણ સરકાર તરફથી આગામી દિવસોમાં કોઈ હકારાત્મક પ્રતિસાદ નહીં આવે તો આગામી તારીખઃ ૧૬/૯/૨૦૨૩ ના રાજ્યના તમામ તાલુકા-જિલ્લા લેવલે સાંજે ૬ થી ૭ કલાકે સમાધાન મુજબના પ્રશ્નોના ઉકેલ માટે સમૂહમાં એકઠા થઈ આશ્ચર્યજનક કાર્યક્રમ જેમાં મીણબત્તી-દીપ જલાવી, થાળી વગાડી સરકારશ્રીને પ્રશ્નો યાદ કરાવવાનો કાર્યક્રમ આપવામાં આવશે તેવું સયુંકત કર્મચારી મોરચા જિલ્લાના શિક્ષક સંઘ અને કર્મચારી મહામંડળના આગેવાનોએ જણાવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!