NATIONAL

15 વર્ષની બાળકીના ઘરમાં ઘૂસીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો

હૈદરાબાદમાં માનવતાને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. ત્યાં 15 વર્ષની બાળકીના ઘરમાં ઘૂસીને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો છે. આરોપ છે કે, પીડિતાના ઘરમાં 8 લોકો ઘૂસ્યા હતા. તેમાંથી 3 લોકોએ છોકરી સાથે દુષ્કર્મ આચર્યું જ્યારે પાંચ લોકોએ પરિવારના અન્ય સદસ્યોને ચપ્પુ દેખાડી ધમકાવ્યા હતા. પોલીસે આ મામલે આરોપીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.

આ ઘટના મીરપેટ પોલીસ સ્ટેશન વિસ્તારની છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે બાળકીના પરિવારમાં માત્ર તેનો 14 વર્ષીય ભાઈ છે. તેમના માતા-પિતા મૃત્યુ પામ્યા છે. બાળકી તેના પિતરાઈ ભાઈ સાથે રહે છે. સોમવારે સવારે છોકરી તેના પડોશના અન્ય ત્રણ બાળકો સાથે ઘરે હતી ત્યારે છરીઓ સાથે સજ્જ આઠ શખ્સોએ બળજબરીપૂર્વક ઘરમાં ઘૂસી ગયા હતા. તેમાંથી 3 લોકો છોકરીને છત પર લઈ ગયા અને બાકીના પાંચ લોકોએ ચપ્પુની અણીએ બાળકીના ભાઈ અને અન્યને ધમકાવ્યા હતા. ત્રણેય નરાધમોએ વારા ફરતી બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જ્યારે બાળકીએ મદદ માટે બૂમો પાડી તો આરોપીઓ ઘટના સ્થળેથી ભાગી ગયા.

ડીસીપીએ કહ્યું કે, આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ અને પોક્સો એક્ટની સબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે. બાળકીને મેડિકલ તપાસ માટે અને તેનું નિવેદન નોંધવા માટે સખી સેન્ટરમાં મોકલવામાં આવી છે. CCTV ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!