NATIONAL

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માં દેશના ૧૧ રાજ્યની ૯૩ બેઠક પર સરેરાશ ૬૧ ટકા મતદાન થયું

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા માટે આજે(7 મે) 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન યોજાયું હતું.  ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં દેશની 93 બેઠકો પર મતદાન થયું હતું. આ બેઠકો પર સરેરાશ 60 ટકા જેટલું મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ 73 અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા વોટિંગ થયું છે.

બેઠક સરેરાશ મતદાનની ટકાવારી
આસામ 75.30%
બિહાર 56.55%
છત્તીસગઢ 67.16%
દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ 65.23%
ગોવા 74.43%
ગુજરાત 55.22%
કર્ણાટક 68.69%
મધ્યપ્રદેશ 63.36%
મહારાષ્ટ્ર 54.98%
ઉત્તર પ્રદેશ 57.34%
પશ્ચિમ બંગાળ 73.93%

 

ગુજરાતની 25 બેઠકો, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, બંગાળ તેમજ આસામની ચાર-ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન યોજાયું હતું. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થયું હતું. આમ, કુલ ત્રણ તબક્કામાં દેશની કુલ 280 બેઠકો પર મતદાન સંપન્ન થયું છે. હવે બાકીના ચાર તબક્કામાં 263 બેઠકો પર મતદાન થશે.
ત્રીજા તબક્કામાં મુખ્ય મતદાર વિસ્તારોમાં ગુજરાતની ગાંધીનગર બેઠક અને મહારાષ્ટ્રની બારામતી બેઠકનો સમાવેશ થાય છે. ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ ચૂંટણી લડી રહ્યા છે અને બારામતીથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેમના પિતરાઈ ભાઈ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહી છે. ત્રીજા તબક્કાની અન્ય હોટ બેઠકોમાં મધ્યપ્રદેશની વિદિશા અને ગુનાનો સમાવેશ છે. ભાજપે વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભાનુ પ્રતાપ શર્મા ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ભાજપે ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે રાવ યાદવેન્દ્ર સિંહને મેદાનમાં છે. કર્ણાટકમાં ધારવાડમાં ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશી અને કોંગ્રેસના વિનોદ અસુતી, હાવેરીમાં ભાજપના બસવરાજ બોમ્માઈ વિરુદ્ધ કોંગ્રેસના આનંદ સ્વામી ગદ્દાદેવરામથ અને આસામમાં ધુબરી એનડીએના બદરુદ્દીન અજમલ વિરુદ્ધ ભારતના રકીબુલ હસન ચૂંટણી મેદાનમાં છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!