ABADASAGUJARATKUTCH

પરંપરાગત રક્ષાપર્વ પર દેશ સાથે નાની બહેનુના વિશ્વાસનું અનોખુ બંધન,જખૌ બોર્ડર પર ઉત્થાન દ્વારા 46 વિધ્યાર્થીનીઓ સાથે ઉજવણી

30-ઓગષ્ટ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – જખૌ કચ્છ.

અબડાસા કચ્છ :- અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી લીમીટેડ દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગતવ રક્ષાબંધનની ઉજવણીના કરવામાં આવી હતી. રક્ષાબંધન એ એક એવો તહેવાર છે જે ભાઈઓ અને બહેનો વચ્ચેના પ્રેમ અને સંરક્ષણના બંધનની ઉજવણી કરે છે. આ વર્ષે, ઉત્થાન સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના બહાદુર સૈનિકોના સન્માન માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેઓ આપણા દેશની સરહદોની રક્ષા કરે છે. 30 ઓગસ્ટ 2023ના રોજ મુન્દ્રા માંડવી તાલુકાની પાંચ શાળાઓની 46 બાળકીઓ જખૌ ખાતે બીએસએફ કેમ્પની મુલાકાત લઇ જવાનોને રાખડી બાંધી હતી. વિધ્યાર્થીઓ બહાદુર જવાનોની સેવા અને બલિદાન માટે કૃતજ્ઞતા અને પ્રશંસા પણ વ્યક્ત રી હતી. આ પ્ર્યાસથી નાગરિકો અને સુરક્ષા દળો વચ્ચેના સંબંધો મજબૂત થશે અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને આદરની ભાવના વધશે.રક્ષાબંધન ના પાવન પર્વ નિમિતે આજ રોજ દેશની સુરક્ષા નું સુકાન સંભાળતા અને સરહદો ની રક્ષા કરતા બી.એસ.એફ. (BSF) ના વીર જવાનો અને પોલીસ ના જોવાનો ને અદાણી ગ્રીન એનર્જી ની ફેમિલી દ્વારા રાખડી બાંધી મીઠું મોઢું કરવી ઉજવણી કરવામાં આવી હતી જેમાં અદાણી ગ્રીન એનર્જી ખાવડા ના પ્રોજેક્ટ હેડ વર્મા સાહેબ સહપરિવાર હજાર રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે કે અદાણી ફાઉન્ડેશન અંતર્ગત 2018 થી ચાલતા ઉત્થાન પ્રોજેક્ટને આજે વિશેષ પરિચયની જરૂરિયાત નથી રહી. કારણકે ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા મુંદ્રા અને માંડવી તાલુકાનાં ગ્રામ્ય સ્તરે શૈક્ષણિક જરૂરિયાતો પૂરી થતાં આ પ્રોજેક્ટ અને તેની સાથે જોડાયેલા દરેક સહાયકોએ ગામ લોકોના તેમજ શાળા પરિવારના હૃદય જીતવાના પૂરતા સફળ કર્યા છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને ગ્રામીણ માળખાગત સુવિધાઓના ક્ષેત્રોમાં સામાજિક કલ્યાણ અને સામુદાયિક વિકાસને પ્રોત્સાહન આપવા માટે હાથ ધરવામાં આવે છે. ખાસ કરીને શિક્ષણમાં આંગણવાડી થી લઈને હાઈસ્કૂલ સુધી ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા બાળકોને અને શાળાને વિવિધ લાભ મળે છે. ઉત્થાન, 69 પ્રાથમિક શાળા અને 8 માધ્યમિક શાળાઓમાં સતત નવાં કાર્યક્રમો અને ઉત્સાહ વર્ધક કાર્યશૈલી સતત આ પ્રોજેક્ટની માંગ વધારી રહી છે.દર વર્ષની જેમ ઉત્થાન દ્વારા આ વર્ષ પણ રક્ષાબંધની ઉજવણી કાઇક અનોખી રીતે થાય તે માટે આ વર્ષે રક્ષાબંધન નિમિત્તે દરેક શાળાઓમાં શાળાકીય કાર્યક્રમો સાથે મુન્દ્રા માંડવી તાલુકાની પાંચ શાળાની 46 દીકરીઓ ઉથાનના કાર્યક્રમ અંતર્ગત જખાઉ સ્થિત બીએસએફ કેમ્પના જવાનોને રાખડી બાંધી દેશ રક્ષાના કાર્ય બદલ આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોને જવાનો કઈ પરિસ્થિતિમાં દેશ રક્ષા માટે કટિબદ્ધ છે તે સમજાય તેમ જ આપણા વીર જવાનોને જે પરિવારથી દૂર છે તે આ દીકરીઓ દ્વારા બંધાતી રાખડીઓમાં પોતાની બહેનોની લાગણી અનુભવી શકે એ હતું. ઉત્થાન સતત આવા કાર્યક્રમો દ્વારા બાળકોના માનસિક અને આંતરિક વિકાસને મહત્વ આપે છે અને સતત શૈક્ષણિક સ્તર ગ્રામ્ય સ્તરે ઊંચું આવે એ લક્ષ્ય સાથે કાર્યરત છે અને સદા રહેશે. આ ઇવેન્ટ ગ્રામીણ વિસ્તારોમાં છોકરીઓના શિક્ષણ અને સશક્તિકરણને પ્રોત્સાહન આપવાના ચાલુ પ્રયત્નોનો એક ભાગ છે. ઉત્થાન માને છે કે દરેક છોકરીમાં તેના સપના પ્રાપ્ત કરવાની અને સમાજમાં ફાળો આપવાની સંભાવના હોય છે. વિદ્યાર્થીઓ સાથે તેમની સાંસ્કૃતિક અને સામાજિક જાગૃતિને સમૃદ્ધ બનાવવા માટે મહિનામાં બે વાર અનન્ય રીતે વિવિધ તહેવારો અને પ્રસંગોની ઉજવણી પણ કરીએ છીએ.વર્ષ દરમિયાન આવતા વિવિધ તહેવારો શૈક્ષણિક કાર્યક્રમમાં ઉત્થાન સહાયકો જોડાયેલા રહી નવીન કાર્યક્રમો ગોઠવતા રહે છે. ગત વર્ષે રક્ષાબંધનના દિવસે ઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉજવણી સહાયકોએ શાળા પરિવારને વિદ્યાર્થીઓની મદદથી ખૂબ સફળતાપૂર્વક ઉજવી જે અંતર્ગત કુદરતી સંસાધનો જેમકે માટી, નારિયેળની છાલ, ઉન, દોરા, ફુલ, પાન, અનાજ વગેરેના ઉપયોગથી બાળકોએ સુંદર રાખડીઓ બનાવી વૃક્ષોને બાંધી પ્રકૃતિ પ્રેમનું સુંદર ઉદાહરણ પૂરું પાડી પોતે બાંધેલ રાખડીવાળા વૃક્ષોને સાચવવાની જવાબદારી પણ નાના ભૂલકાઓ દ્વારા લેવામાં આવી હતી. અને તેના દ્વારા પ્રકૃતિ રક્ષણના ઉત્થાનના આશયે પ્રથમ ચરણને પાર કર્યું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!