GUJARATJETPURRAJKOT

જેતપુરમા ટોકીઝમાં પિક્ચર જોવા ગયેલ યુવાને રાષ્ટ્રગાનના માનમાં ઉભા થવાનું કહેતા વિધર્મી શખ્સોએ યુવાનને મારમાર્યો

તા.૧/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

જેતપુર શહેરમાં ટોકીઝમાં પિક્ચર જોવા ગયેલ યુવાને પિક્ચર શરૂ થાય તે પહેલાં વાગતું રાષ્ટ્રગાનના માનમાં ઉભા ન થયેલ બે વિધર્મી શખ્સોને તમે કેમ ઉભા ન થયાં તેમ પૂછતાં બંને શખ્સોએ બોલાચાલી કરી અન્ય મિત્રોને ફોન કરી બોલાવી યુવાનને ઢીંકાપાટુનો માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની સીટી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હત

રાજકોટ જિલ્લાના જેતપુર શહેરના એમજી રોડ પર રહેતો મયંક તેરૈયા નામનો યુવાન ગતરાતે તેમના ફઈના દીકરા સાથે બાલાજી સીનેપ્લેક્સ નામના ટોકીઝમાં પિક્ચર જોવા ગયેલ હતો. ટોકીઝમાં પિક્ચર શરૂ થાય તે પહેલાં રાષ્ટ્રગાન શરૂ થતાં પિક્ચર જોવા આવેલ તમામ દર્શકો રાષ્ટ્રગાનના માનમાં ઉભા થયેલ હતાં. પરંતુ મયંકની આગળની સીટમાં બેસેલ નવાઝ પાલેજા તેમજ એક અજાણ્યો શખ્સ ઉભા ન થયેલ. જેથી મયંકે આ બંને યુવાનને પૂછ્યું કે રાષ્ટ્રગાનના માનમાં તમે કેમ ઉભા ન થયાં. તો આ બંને શખ્સો મયંક સાથે બોલાચાલી ગાળાગાળી કરવા લાગ્યાં એટલામાં પિક્ચર શરૂ થતાં બધા પિક્ચર જોવા લાગ્યા હતાં. થોડીવાર બાદ પિક્ચરમાં ઈન્ટરવલ પડતાં બંને શખ્સોએ મયંકને તું બહાર ચાલ તારું કામ છે તેમ કહીને લઈ ગયેલ. આ દરમિયાન નવાજે પોતાના ત્રણેક મિત્રોને પણ ફોન કરી બોલાવી લીધેલ હતાં.

આ પાંચેય શખ્સો એકઠા થઇ મયંકને ગાળો બોલી ઢીંકાપાટુનો મારમારવા લાગેલ હતાં. ટોકીઝ બહાર જાહેર રોડ હોય લોકો એકઠા થઇ જતાં પાંચેય શખ્સો મયંકને હવે તને જોઈ લઈશું તેવી ધમકી મારીને ચાલ્યાં ગયાં હતા. રાષ્ટ્રગાનને માન ન આપવાનું વિધર્મી યુવકોને કહેનાર હિન્દુ યુવકને વિધર્મીઓએ મારમાર્યોના સમાચાર વાયુ વેગે શહેરમાં ફેલાઈ જતાં અને મયંક બ્રહ્મ સમાજનો હોય બ્રહ્મસમાજ તેમજ અન્ય હિન્દુ સંગઠનો પોલીસ સ્ટેશને એકઠા થઇ ગયેલ. અને આરોપીઓને પકડી કડક સજાની માંગ કરી હતી.

પોલીસે મયંકની ફરીયાદ પરથી આરોપીઓ વિરુદ્ધ આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) અને ૧૧૪ હેઠળ ગુન્હો નોંધી તમમની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.

રાષ્ટ્રગાનના અપમાનનો વિવાદ વધે અને ગંભીરરૂપ ધારણ ન કરે તેની સાવચેતીના પગલાં રૂપે સીટી પોલીસે પાંચેય હુમલાખોર નવાઝ કાળુભાઇ પલેઝા, સાહિલ જાવિદભાઇ ઠાસરીયા, આફતાબ ઇકબાલભાઇ સવાણ, અજીમ આરીફભાઇ કુકુડ, અને અફરોજ હનીફભાઇ પાતાણીની ધરપકડ કરી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!