વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
કાળઝાળ ગરમી વચ્ચે ફરી એક વખત વરસાદના સમાચાર સામે આવી રહ્યા છે. ફતેપુરમાં વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. આજે બપોર બાદ વીજળીના કડાકા અને પવન સાથે માવઠું થયું છે. ફતેપુરા તાલુકામાં આકરી ગરમી વચ્ચે ફરી વરસાદી માહોલ સાથે તાલુકાના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. છેલ્લા ઘણા દિવસથી ફતેપુરા તાલુકામાં લોકો અસહ્ય ગરમી અને બફારા થી પરેશાન થઈ રહ્યા હતા, ત્યારે અચાનક વાદળો છવાયા બાદ પવન સાથે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અકળાવનારી ગરમી બાદ વરસાદ થતાં લોકોને ઠંડકનો અનુભવ થયો છે. ત્યારે ધરતીપુત્રોમાં પણ ખુશીની લાગણી છવાઈ રહી છે. અને સારા વરસાદની આશા બંધાઈ છે.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.