સુરેન્દ્રનગર જિલ્લાની 5 માંથી 4 નગરપાલિકા માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
તા.12/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર સંયુક્ત પાલિકા માટે પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડ્યા અને ઉપપ્રમુખ તરીકે પંકજભાઈ પરમારની નિમણુંક કરવામાં આવી છે જ્યારે ચોટીલા નગરપાલિકા માટે પ્રમુખ તરીકે અલકાબેન શાહ અને ઉપપ્રમુખ કમલેશભાઈ પંડ્યાની નિમણુંક કરવામાં આવી છે ધ્રાંગધ્રા નગરપાલિકા માટે પ્રમુખ તરીકે કુલદીપસિંહ ઝાલા અને ઉપપ્રમુખ તરીકે હિરેન કાનાબારની નિમણુંક કરવામાં આવી છે જ્યારે લીંબડી નગરપાલિકા માટે પ્રમુખ તરીકે રઘુભાઈ પટેલ અને ઉપપ્રમુખ તરીકે મૌલીબેન વોરાની વરણી કરવામાં આવી છે જેમાં પાલિકાના ચૂંટાયેલા સદસ્યો દ્વારા આગામી અઢી વર્ષની નવી ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે જ્યારે ચૂંટાયેલા નવા પ્રમુખ અને ઉપપ્રમુખને ભાજપના હોદ્દેદારો અને આગેવાનો સહિત કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે પાટડી નગરપાલિકામાં પ્રમુખ અને ઉપ પ્રમુખનું કોકડું ગુંચવાયું છે અને ભારે હોબાળા વચ્ચે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જ્યારે ઉકળતા ચરુની પરિસ્થિતિ વચ્ચે પાટડી નગરપાલિકાના કેટલાંક સદસ્યોંના રાજીનામાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે સુરેન્દ્રનગર, વઢવાણ સંયુક્ત નગરપાલિકાની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવા પાલિકા પ્રમુખ તરીકે જીજ્ઞાબેન પંડ્યા બન્યા હતા અને નવા વરાયેલા મહિલા પાલિકા પ્રમુખે શાસ્ત્રોક વિધિ અનુસાર નગરપાલિકા ચેરમેનની ખુરશી ઉપર પ્રવેશ મેળવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજ અને બીજેપી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આજે શાસ્ત્રોક વિધિ મુજબ જીજ્ઞાબેન પંડ્યા ખુરશી પર બેસશે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.