GUJARATJETPURRAJKOT

સૌરાષ્ટ્ર યુનવર્સિટી ખાતે “ટ્રાફિક અવેરનેસ” કાર્યક્રમ યોજાયો

તા.૧૪/૯/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

૩૦૦થી વધુ વિદ્યાર્થીઓએ રોડ સેફ્ટીના નિયમો વિશે મેળવ્યું માર્ગદર્શન

રાજકોટ શહેર ટ્રાફિક શાખા અને પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના સંયુક્ત ઉપક્રમે સૌરાષ્ટ્ર યુનવર્સિટી ખાતે રોડ સેફ્ટીના મહત્વ સંદર્ભે ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ડી.સી.પી. શ્રી પૂજા યાદવ, એ.સી.પી.શ્રી જે.બી.ગઢવી, આર.ટી. ઓ.શ્રી કે.એમ.ખપેડ અને શ્રી જે.વી.શાહ દ્વારા આશરે ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓને હેલ્મેટ, સીટબેલ્ટ, ટ્રાફિકના નિયમો વિશે સમજ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઓવર સ્પીડના કારણે સ્વની સાથે અન્ય નાગરિકના અમૂલ્ય જીવનને ખતરામાં નાખવા કરતા મધ્યમ ગતિએ વાહન ચલાવવા ઉપર આ કાર્યક્રમમાં ભાર મૂકાયો હતો.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સલર ડો.ગિરીશ ભીમાણી દ્વારા તમામ વિદ્યાર્થી અને પ્રોફેસરને હેલ્મેટ અને સિટબેલ્ટ ફરજિયાત પહેરીને આવવા માટે જણાવાયું હતું.વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, નવા યુનિવર્સિટી અભ્યાસક્રમમાં ટ્રાફિક એજ્યુકેશન વિષયનો સમાવેશ કરવામાં આવશે. આ તકે શિક્ષકશ્રીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!