CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા નજીક ગોકળ ગતીએ ચાલતી પુલની કામગીરીને કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

તા.23/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલા નજીક પૂલની કામગીરીના કારણે ટ્રાફિક‌ જામ સર્જાતા રસ્તા પર ચાર કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હતી સવારે સાત વાગ્યાથી અહીં ટ્રાફિક જામ થયા બાદ કલાકો સુધી વાહન ચાલકો ફસાયા હતા જો કે, બપોરે 12 વાગ્યા પછી ધીમે ધીમે અહીં વાહન વ્યવહાર પૂર્વવત થયો હોવાનું જાણવા મળ્યું હતું મોલડીથી આગળ પૂલનું ગોકળ ગતિએ ચાલી રહેલું કામ અવાર નવાર વાહનો માટે ટ્રાફિકની સમસ્યા બન્યું છે આજે વહેલી સવારે સાતેક વાગ્યાથી ટ્રાફિક જામ થયો હતો અને ચાર ચાર કિમી સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી ચોટીલા રાજકોટ હાઈવે પર નાળા બનાવનારા કોન્ટ્રાક્ટરોની ધીમીગતિએ ચાલતાં કામના કારણે ટ્રાફિક જામ સર્જાય છે જેમાં કલાકો સુધી ટ્રાફિક જામ રહેતા અનેક વખત એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક જામમા ફસાઈ જાય છે વધુમાં ટ્રાફિકના કારણે નાની મોલડીના લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આવાં નાળાની કામગીરી વ્હેલી તકે પૂર્ણ કરવામાં આવી તેવી લોક માંગ ઉઠી છે હાલમા ચોટીલાથી રાજકોટ તરફ જતો નેશનલ હાઇવે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બન્યો છે ત્યારે કલાકો સુધી ટ્રાફિક જામ રહ્યા બાદ હવે ધીમે ધીમે વાહનવ્યવહાર પૂર્વવત થયો હોવાનું જાણવા મળ્યું છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!