GUJARAT

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે તળાવ માં આજે બિજો મગર ઝડપાયો

જંબુસર તાલુકાના ઉચ્છદ ગામે તળાવમાં મગર ગ્રામજનો મા ભય જોવા મળી રહ્યો હતો તળાવનું પાણી એટલું ઊંડું અમુક ટાઈમ દેખાઈ ને અદ્રશ્ય થઈ જતા ગામ તળાવને મચ્છી મારી માટે ભાડે રાખી ગોપાલભાઈ જીવાભાઈ માળી એ તળાવમાં મચ્છી નાખી હતી ગઈકાલે તળાવમાંથી મચ્છી બહાર કાઢવા માટે ઝાર ફેંકવામાં આવી હતી જાળમાં મચ્છી ની સાથે મગરપણ ફસાઈ જતા મચ્છીમારી કરતાં યુવાનો દ્વારા દોરડાથી બાંધી જંગલ ખાતાની જાણ કરાતા અધિકારીઓ આવી પિંજરામાં પુરી જંગલ ખાતાની ઓફિસે લઈ ગયા હતા આજરોજ ફરી ઝાર ફેકતા બીજો મગર પણ ઝાર માં ફસાઈ ગયો હતો આ વાત ગ્રામજનોને થતા મોટી સંખ્યામાં મગર ને જોવા તળાવ કિનારે ભેગા થયા હતા મગરો પકડાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો બીજો મગર પકડાતા જંગલ ખાતાના અધિકારીને જાણ કરાતા મગને પાંજરામાં પુરી ફોરેસ્ટ ઓફિસ ખાતે લાવવામાં આવ્યા હતા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર બંને પકડાયેલા મગરને કુદરતી વાતાવરણમાં મુક્ત કરવામાં આવશે
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!