AHMEDABADSANAND

Ahemdabad : શ્રી રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘ રજીસ્ટર ભારત ની ગુજરાત પ્રદેશ માં પ્રથમ બેઠક યોજાઇ

શ્રી રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘ રજીસ્ટર ભારત ની ગુજરાત પ્રદેશ માં પ્રથમ બેઠક યોજાઇ.

શ્રી રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘ રજીસ્ટર ભારત ની ગુજરાત પ્રદેશ ની પ્રથમ બેઠક ગોધાવી મુકામે વનશ્રી ફાર્મ ખાતે અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં સંપન્ન થઈ હતી જેમાં મુખ્ય અતિથિ તરીકે પધારેલ સાણંદ સ્ટેટ નેકનામદાર મહારાજ ઠાકોર સાહેબશ્રી ધૃવરાજસિંહજી વાઘેલા બાપુશ્રી,દેકાવાડા ના સંતશ્રી પ્રખર ગૌભકત ગૌકથાકાર આદરણીય સંતશ્રી કાલિદાસજી મહારાજ,શ્રી રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘ ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી પ્રહલાદસિંહ કે ખેંગાર એડવોકેટ શ્રી, સંઘના પ્રદેશ યુવા અધ્યક્ષશ્રી યુવરાજ કૃષ્ણરાજ સિંહ જી ચુડાસમા બાપુશ્રી ગાંફ સ્ટેટ, પ્રદેશ ક્ષત્રાણી વીન્ગ અધ્યક્ષા શ્રીમતી નિતાબા ભુપેન્દ્રસિંહ રાણા, પ્રદેશ સંગઠન મંત્રી શ્રી પૃથ્વીસિંહ બી ઝાલા, પ્રદેશ મંત્રી શ્રી રાજભા ઝાલા વકિલ, પ્રદેશ મિડીયા પ્રભારી શ્રી પ્રદિપસિંહ જી રાઠૌર, તથા પ્રદેશ માં થી 30 ગામો મા થી 100 થઈ વધારે ક્ષત્રિય મહાસંઘ સંસ્થા ના જવાબદારો સક્રિય સદસ્યો બહેનબાઓ અને ક્ષત્રિય સમાજના શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સાણંદ સ્ટેટ નેકનામદાર મહારાજ ઠાકોર સાહેબશ્રી ધૃવરાજસિંહજી વાઘેલા બાપુશ્રી એ સમાજ ને જરુરીયાત ના કોઈ પણ સમયે પોતાનું યોગદાન મડતુ રહેશે તેવી લાગણી વ્યક્ત કરી હતી.મહિલા પ્રદેશ અધ્યક્ષા શ્રીમતી નિતાબા રાણા એ દહેજ પ્રથા બંધ કરવી જોઈએ દિકરીબાઓને અભ્યાસ કરાવવામાં પરિવારો મદદરૂપ થાય અને સમાજમાં રહેલા કુરિવાજો સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારના કિસ્સાઓમાં મહિલા વિભાગ દરેક સ્થળે બહેનો ની સાથે છે તેવી લાગણી વ્યક્ત કરી હતી.પ્રદેશ યુવા અધ્યક્ષશ્રી યુવરાજ કૃષ્ણરાજ સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે ક્ષત્રિય પરિવારો સંગઠીત થઈ ને રહે શિક્ષણ કાર્ય માં આંગળ આવે, પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ શ્રી પ્રહલાદસિંહ કે ખેંગાર એડવોકેટ એ જણાવેલ કે સમાજ સંગઠીત થઈ ને એક બીજા ને મદદરૂપ થાય.પ્રદેશ મિડીયા પ્રભારી શ્રી પ્રદિપસિંહ જી રાઠૌર ઉપસ્થિત સહુ ને સંગઠન મજબુત બનાવવા અપીલ કરી અને ગુજરાત પ્રદેશ માં સંઘની શક્તિ બતાવવા અપીલ કરી હતી

ક્ષત્રિય સમાજના લોકો એક મંચ પર ભેગા થવાના છે તેમાં ઉપસ્થિતો ને આશીર્વાદ આપવાના છે તેવુ આમંત્રણ પ્રદેશ સંગઠન મંત્રી શ્રી પૃથ્વીસિંહ ઝાલા દ્વારા દેકાવાડા ના સંતશ્રી પ્રખર ગૌભકત ગૌકથાકાર આદરણીય સંતશ્રી કાલિદાસજી મહારાજ ને મડેલ અને તેઓ દ્વારા શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરી પોતાના આશિર્વચન પાઠવ્યા હતા અને હાજર તમામ લોકોને વિશેષ અપિલ કરી હતી કે ગૌમાતા ને બચાવવા માટે સમર્પિત થઈ જાવ ગૌમાતા ને રાષ્ટ્રમાતા કેન્દ્ર સરકાર જાહેર કરે જેથી ગૌહત્યા પર સંપૂર્ણ ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવે તો જ ભારત એ હિન્દુ રાષ્ટ્ર થશે અને તો જ ભારત નો સત્ય સનાતન ધર્મ સંસ્કૃતિ સભ્યતા ટકી રહેશે,અંત માં સંતશ્રી કાલિદાસજી મહારાજ એ જણાવેલ કે રાષ્ટ્ર ઊપર ધર્મ સંસ્કૃતિ ઉપર આવનાર સમયમાં કોઈ આપત્તિઓ આવે તો ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મ સંસ્કૃતિ ગૌમાતા અને રાષ્ટ્ર ને બચાવવા માટે સમર્પિત થઈ જાવા અપિલ કરી હતી.

શ્રી રાષ્ટ્રીય ક્ષત્રિય મહાસંઘ રજીસ્ટર સંસ્થા ની સ્થાપના 3 વર્ષ પહેલાં સંસ્થા ના સંસ્થાપક રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ઠાકુર કુલદીપસિંહ જી જાદૌનજી દ્વારા કરવામાં આવી હતી જે હાલ રાષ્ટ્રીય સ્તરે પહોંચી ચુકી છે.આગામી સમયમાં દેશના તમામ રાજ્યોમાં ક્ષત્રિય પરિવારો ના ઉત્થાન માટે કાર્યરત રહેશે.

ગુજરાત પ્રદેશ ની સમિતિ ની પ્રથમ બેઠક નું સફળ સંચાલન પ્રદેશ મંત્રી શ્રી પૃથ્વીસિંહ ઝાલા દ્વારા કરવામાં આવેલ હતું જેમાં જે જે લોકો એ તન મન ધન થી સહયોગ આપ્યો છે તે સહુ નો અંત માં આભાર માન્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!