CHIKHLIGUJARATNAVSARI

Chikhali : ચીખલી તાલુકામાં ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું.

અંબાલાલ પટેલ – ચીખલી

ચીખલી માં વિઘ્નહર્તાનું વાજતે ગાજતે ગણેશજી ની મૂર્તિઓ નું વિસર્જન કરાયું.ગણપતિ બાપ્પા મોરીયા ના ગગનભેદી નાદ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.ચીખલી માં મેઈન બજાર થી શ્રીજી ની શોભાયાત્રા નો પ્રારંભ થયો હતો જે ચીખલી ના વિવિધ માર્ગો પર ફરી કાવેરી નદી ના જળ માં ગણેશજી ને ભાવભીની વિદાય આપી હતી વિસર્જન યાત્રા ના પગલે ચીખલી નગરના માર્ગો ગુલાલ થી રંગબેરંગી થયા હતા.ઢોલ નગારા અને ડી.જે ના તાલ સાથે યુવાધન મન મૂકી ને નાચ્યા હતા.તેમજ ચીખલી વિશ્વ હિન્દુ પરિષદ તરફથી શ્રીજીના વિસર્જનનું આયોજન કરવામાં આવ્યું હતું. ચીખલીમાં કુલ ૭૪ શ્રીજીની મૂર્તિ કાવેરી નદી માં વિસર્જન કરવામાં આવી હતી. જ્યારે કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ ને જાળવી રાખવા જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલ ડીવાયએસપી એન.પી.ગોહિલ પી.આઈ.કે.જે.ચૌધરી તેમજ ચીખલીના પી.આઈ.બી.એમ.ચૌધરી ની આગેવાની માં લોખંડી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.જિલ્લા પ્રસાશન અને પોલીસ તેમજ હોમગાર્ડ સાથે જી.આર.ડી જવાનો દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજીનું વિસર્જન કરાવવામાં આવ્યું હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!