NATIONAL

Law Commission of India : લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે કરવી અશક્ય… લૉ કમીશની સ્પષ્ટતા !

નવી દિલ્હી, તા.29 સપ્ટેમ્બર-2023

વર્ષ 2024ની ચૂંટણી નજીક આવી રહી છે. દેશમાં સામાન્ય ચૂંટણી પહેલા એ બાબતની જોરશોરથી ચર્ચાઓ ચાલી રહી છે કે, શું સરકાર આ વખતે ‘વન નેશન-વન ઈલેક્શન’ ધ્યેય સાથે આગળ વધશે. જોકે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તમામ ચર્ચાઓ બાદ લૉ કમિશન એવા તારણો પર આવી રહ્યું છે કે, 2024માં વન નેશન-વન ઈલેક્શન લાગુ કરવો મુશ્કેલ છે. અથવા એવું સમજી લો કે, આગામી વર્ષે 2024માં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એકસાથે નહીં યોજાય.

લો કમિશનનો એક સાથે ચૂંટણી યોજવા માટેનો રિપોર્ટ 2024ની ચૂંટણીઓ પહેલા સામે આવવાની આશા છે. લો કમિશન ભારતમાં એક રાષ્ટ્ર-એક ચૂંટણીને વાસ્તવિક બનાવવા માટે બંધારણમાં સુધારાનું સૂચન આપશે. કમિશનનું કહેવું છે કે, 2024 ચૂંટણી પહેલા એક રાષ્ટ્ર-એક ચૂંટણીનો અમલ કરવું અશક્ય છે. વિધાનસભા ચૂંટણી સંચાલન અંગેના સૂચનો સામેલ કરવા રિપોર્ટ તૈયાર કરવાનો છે. લૉ કમિશનનો ‘એક રાષ્ટ્ર એક ચૂંટણી’નો રિપોર્ટ વિશેષરૂપે માત્ર લોકસભા અને રાજ્ય વિધાનસભા ચૂંટણીઓ સંબંધિત છે.

રાષ્ટ્રીય કાયદા પંચએ બુધવારે ‘એક દેશ એક ચૂંટણી’ સહિતના મુદ્દાઓ પર વિચારણા કરવા બેઠક યોજી હતી. બેઠકમાં ‘એક દેશ એક ચૂંટણી’ મામલે કેટલીક મૂંઝવણો હતી. કમિશનની બેઠક સમાપ્ત થયા બાદ રાષ્ટ્રીય કાયદા પંચના અધ્યક્ષ જસ્ટિન ઋતુ રાજ અવસ્થીએ કહ્યું હતું કે, બુધવારની બેઠકમાં અમે એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિચાર પર ચર્ચા કરી, પરંતુ આ મામલે કોઈ નક્કર પરિણામ પર પહોંચ્યા નથી. લાગે છે કે, વધુ બેઠકો યોજવી પડશે. અંતિમ રિપોર્ટ મોકલતા પહેલા હજુ વધુ બેઠકો યોજાશે.

અગાઉ 21માં લૉ કમિશનના અધ્યક્ષ જસ્ટિસ બી.એસ.ચૌહાણે પણ એક દેશ એક ચૂંટણી અંગેનો રિપોર્ટ તૈયાર કર્યો હતો. તે રિપોર્ટમાં સૂચન અપાયું હતું કે, એક દેશ એક ચૂંટણી લાગુ કરતા પહેલા બંધારણી અને વ્યવહારું બાબતો તૈયાર કરવામાં આવે. આ બાબતે ઘણા રાજકીય પક્ષો સાથે પણ વાત કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!