તમિલનાડુના શિવકાશીમાં ભયાનક અકસ્માત, ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ, પાંચ મહિલાઓ સહિત સાતના મોત
તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં શિવકાશી નજીક ફટાકડાના ઉત્પાદન એકમમાં વિસ્ફોટ થયો હતો. આ દરમિયાન પાંચ મહિલાઓ સહિત સાત લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના શિવકાશીમાં એક ફટાકડાની ફેક્ટરીમાં થઈ હતી. ધડાકો એટલો જોરદાર હતો કે ઘટનાસ્થળેથી લગભગ એક કિલોમીટર દૂર ધુમાડાના ગોટેગોટા અને જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો હતો.