GUJARATHIMATNAGARSABARKANTHA

Heart Attack : ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેક નું વધતું પ્રમાણ ફરી યુવાનનું હાર્ટ એટેક થી મોત

ગુજરાતમાં યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના બનાવો વધી રહ્યાં છે. તાજેતરમાં જ જામનગરમાં એક યુવાન ગરબાની પ્રેકટીસ કરતાં જ ઢળી પડ્યો હતો અને સુરતમાં એક વિદ્યાર્થિની ચાલુ ક્લાસમાં જ બેન્ચ પરથી ઢળી પડી હતી. આવી વધુ એક ઘટના હિંમતનગરમાં બની છે.

પરિવાર સાથે વાતો કરીને યુવાન તેના રૂમમાં ગયો અને બહાર આવ્યા બાદ અચાનક ઢળી પડતાં મોતને ભેટ્યો હતો. આ યુવકને સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. રાજ્યમાં હાર્ટ એટેકના લીધે પાંચ દિવસમાં ત્રીજા યુવાનનું મોત થયું છે.

સાબરકાંઠાના હિંમતનગરમાં રહેતા ફોટોગ્રાફર અશોક રાવલ તેમના પરિવાર અને મહેમાનો સાથે શુક્રવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ બેઠક રૂમમાં વાતો કરતા હતા. આ દરમિયાન અચાનક જ તેમના દીકરા કેવિનને એસીડીટી જેવું થયું હતું. જેથી તે ગોળી લઈ આઈસ્ક્રીમ ખાઈને તેના રૂમમાં ગયો હતો. રૂમમાંથી અચાનક બહાર આવીને સીડીઓ ચઢી ઉપર જતા ઓસરીમાં ઢળી પડ્યો હતો.

કેવિનના પરિવારજનો દોડતા કેવિન પાસે પહોંચ્યા હતાં અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતાં. જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. કેનડાથી અભ્યાસ કરીને કેવિન હિંમતનગર આવ્યો હતો અને તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. તેના મોત બાદ પરિવારમાં શોકનો માહોલ સર્જાયો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!