AHAVADANG

ડાંગ જિલ્લાની પિપલાઇદેવી શાળા ખાતે નશાબંધી અને આબકારી ખાતું દ્વારા નશાબંધી કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારી માધ્યમિક શાળા પિપલાઇદેવી ખાતે નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ગુજરાત રાજ્ય –ગાંધીનગર અને અધિક્ષકશ્રી, નશાબંધી અને આબકારી ખાતું દ્વારા નશાબંધી પ્રચાર-પસાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું.

કાર્યક્રમની શરૂઆત ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી રાકેશભાઇ નશો અને તેના વિવિધ પ્રકાર તેમજ નશાના કારણે થતા નુકશાન, તેને રોકવાના ઉપાયો તેમજ નશાબંધી અને તેની સાથે જોડાયેલી કાયદાકીય કલમો અને તેની સજા અંગે ખુબજ સરસ સમજુતી આપવામાં આવી હતી.આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને તેમના ઘરમા અને ગામમાં નશા અંગે જાગૃતિ ફેલાવવાં માટે પણ સમજ આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વને સામુહિક નશાનું દૂષણ રોકવા પ્રતિજ્ઞા લેવડાવામાં આવેલ અને આજીવન નશાથી દુર રહી સ્વસ્થ યુવા, સમાજ રાજય અને દેશને વ્યસન મુક્ત રહેવાનો સંદેશ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો. સાથે વ્યસન મુક્તીના સાહિત્ય વિતરણ કરવામાં આવેલા હતા.આ પ્રસંગે આહવાથી શ્રીરાકેશભાઇ ગામના આગેવાન શ્રીસીતારામભાઇ અને મહેશભાઇ શાળાના શિક્ષકોઅને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્યશ્રી શૈલેષભાઇ અને શિક્ષકોએ આટોપી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!