GUJARAT

મહેસાણા ખાતે કિશોરી મેળો યોજાયો

મહેસાણા ખાતે કિશોરી મેળો યોજાયોસૌથી વધુ એચ.બી ધરાવતી કિશોરીઓને એચ.બી ક્વીન તરીકે સન્માનીત કરાઇ

જનજગૃતિના ભાગ રૂપે બેટી બચાઓ બેટી પઢાઓ ઝીંગલ મહેસાણાથી લોન્ચ કરાઇ

સમાજ વિકાસથી રાષ્ટ્ર વિકાસના પાયામાં મહિલાઓનું અનેરૂ યોગદાન છે-જિલ્લા કલેકટર એમ નાગરાજન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા ખાતે બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત આંતર રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરાઇ રહી છે.જે અંતર્ગત “સશક્ત કિશોરી સુપોષિત”ગુજરાતની થીમ હેઠળ મહેસાણા ખાતે કિશોરી મેળાનું આયોજન જિલ્લા કલેકટર એમ નાગરાજન અને જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું જિલ્લા કલેકટર એમ નાગરાજને જણાવ્યું હતું કે આંતર રાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીએ સૌના માટે ગૌરવ અને આનંદનો દિવસ ગણી શકાય. સરકાર દ્વારા મહિલાઓને આર્થિક,સામાજિક સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલા સશક્ત બને તે દિશામાં પ્રયત્ન કરાઇ રહ્યા છે જેનું અસરકારક અમલીકjણ મહેસાણા જિલ્લામાં થઇ રહ્યું છે, જેના માટે મહેસાણા જિલ્લો અગ્રેસર પુર્ણ કામ કરી રહ્યો છે.કલેકટર એમ નાગરાજને ઉમેર્યું હતું કે સ્ત્રી શક્તિનું વિશેષ મહત્વ હોય છે. પૌરાણિક સમયથી મહિલા સશક્તિકરણને મહત્વ અપાયું છે. મહિલાઓના સમુચિત વિકાસ માટે સરકારશ્રીની અનેક યોજનાઓ અમલમાં છે.સમાજ વિકાસથી રાષ્ટ્ર વિકાસના પાયામાં મહિલાઓનું અનેરૂ યોગદાન છે તેમ દરેક ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી નોંધાઇ છે તેમ ઉમેર્યું હતું.કલેકટર દ્વારા ઉપસ્થિત દિકરીઓને ટેકનોલોજીના સમન્વય ઉપયોગ થકી જ્ઞાન શક્તિ માટે વધારવા માટે અનુંરોધ કર્યો છે. આ ઉપરાંત જિલ્લા કલેકટરે કિશોરી મેળામાં સ્ટોલ નિર્દર્શન અને વાનગી નિદર્શન સહિત વિવિધ વિભાગો દ્વારા જનજાગૃતિના રૂપે સ્ટોલની મુલાકાત લઇ પ્રોત્સાહિત કર્યા હતા.કિશોરી મેળામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મિલેટસ વાનગીઓ,પુર્ણા શક્તિ પેકેટ સહિત અન્ય વાનગીઓ,આરોગ્ય વિભાગ દ્વારા એનીમીયા વિશે જાણકારી આપતું માર્ગદર્શન,મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા બેટી બચાઓ,વ્હાલી દિકરી સહિત અન્ય યોજનાની માહિતી આપતું માર્ગદર્શન, સહિત ગૃહ વિભાગ,જિલ્લા કાનૂની સેવા મંડળ, શ્રમ અને રોજગાર વિભાગ,સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,શિક્ષણ વિભાગ,સરકારી બેન્ક અને પોસ્ટ વિભાગ દ્વારા સ્ટોલ નિર્દર્શન રાખવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં મહેસાણા,જોટાણા અને વડનગર તાલુકાની સૌથી વધુ એચ.બી ધરાવતી દિકરીઓનું એચ.બી ક્વીન તરીકે સન્માનીત કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જનજાગૃતિના ભાગ રૂપે બેટી બચાઓ બેટી પઢાઓ ઝીંગલનું ઇનોગ્રેશન કરવામાં આવ્યું હતું. જિલ્લામાં રમત ગમત ક્ષેત્રે સિધ્ધી પ્રાપ્ત કરનાર દિકરીઓને સન્માનીત કરાઇ હતી. અત્રે ઉલ્લેખનીય છેકે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજીત 11 ઓક્ટોબર દિકરી દિવસની ઉજવણી નિમિત્તે પૂર્ણા યોજના તથા બેટી બચાવો બેટી પઢાઓ યોજના હેઠળ સશક્ત કિશોરી સુપોષિત ગુજરાતની થીમના માધ્યમથી મહેસાણા જિલ્લામાં કિશોરી મેળા યોજાઇ રહ્યા છે.
કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,જિલ્લા આરોગ્ય અધિકારી કાપડીયા,પ્રોગ્રામ ઓફિસર,દહેજ પ્રતિબંધક અધિકારી,મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન,જિલ્લા પંચાયત સદસ્ય સહિત કિશોરીઓ,સંબધિત અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!