BHUJGUJARATKUTCH

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ મા. અને ઉ.મા. સંવર્ગને એક વર્ષ પૂર્ણ થતા સેવા વસ્તીમાં શ્રમિકોના બાળકોને શૈક્ષણિક તેમજ ડ્રોઇંગ કીટ આપી,અલ્પાહાર કરાવી ઉજવણી કરાઇ

24.ઓકટો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

ભુજ કચ્છ :- રાષ્ટ્ર કે હિત મે શિક્ષા, શિક્ષા કે હિત મે શિક્ષક ઔર શિક્ષક કે હિત મે સમાજ ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતુ અને શિક્ષક તેમજ શિક્ષણના અધિકારો માટે લડત આપતુ અને સાથે સાથે સમાજ, સંસ્કૃતિ તેમજ રાષ્ટ્ર પ્રત્યેના પોતાના કર્તવ્યોનુ વહન કરનાર એક રાષ્ટ્ર વ્યાપી અને રાષ્ટ્રવાદી સંગઠન રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-કચ્છ ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક દ્વારા ગત વર્ષે કચ્છ જિલ્લામાં માં શક્તિના પર્વ એવા આસો નવરાત્રીના પાવન સાતમા નોરતે તેના સંવર્ગની શરૂઆત કરવામા આવેલ હતી. આ સંવર્ગની સ્થાપનાને રચનાત્મક અને સર્જનાત્મક એક વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા નવલી નવરાત્રીના આઠમા નોરતે લેવા પટેલ હોસ્પિટલની સામે, ભુજ મધ્યે સેવા વસ્તીમાં શ્રમિક પરિવારોના આશરે ૫૦ જેટલા બાળકોને શૈક્ષણિક તેમજ ડ્રોઇંગ કીટ આપી, અલ્પાહાર કરાવી શિક્ષણ સાથે સેવાના શુભ ભાવથી ઉજવણી કરવામા આવેલ હતી. આ તકે તેજસ્વિની ગ્રુપના સંયોજિકા તેમજ ભુજ નગરપાલીકા કાઉન્સિલર રસીલાબેન પંડ્યાનો પણ સહયોગ સાપડયો હતો. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ-કચ્છ ગ્રાન્ટેડ અધ્યક્ષ અલ્પેશભાઈ જાનીએ જરૂર પડે તો આવી સેવા વસ્તીમાં નિઃશુલ્ક શિક્ષણ સેવા પૂરી પાડવામાં પણ સંગઠન સહયોગી નિવડશે એવી તેજસ્વિની ગ્રુપ સંયોજિકાને ખાતરી આપેલ હતી. આ રચનાત્મક ઉજવણીમાં ગ્રાન્ટેડ માધ્યમિક અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઇ પરમાર, વરિષ્ઠ ઉપાધ્યક્ષ ચેતનભાઇ લાખાણી, કોષાધ્યક્ષ કીતિઁભાઇ પરમાર, પ્રચાર પ્રમુખ કિશનભાઇ પટેલ તેમજ સહમંત્રી હરિભાઈ ગઢવી જોડાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!