JALALPORENAVSARI

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને જલાલપોર તાલુકા કક્ષાનો મિલેટ મેળો અને પ્રદર્શન યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- નવસારી
આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષની ઉજવણીને અનુલક્ષીને રાજ્યભરમાં તાલુકાકક્ષાના મિલેટ્સમેળાઓ યોજાઈ રહ્યા છે, જેના ભાગરૂપે આજરોજ જલાલપોર તાલુકાના મરોલી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને તાલુકા કક્ષાનો મિલેટ્સ મેળો અને પ્રદર્શન યોજાયો હતો.

આ પ્રસંગે પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ-૨૦૨૩ને સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટસ્ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે.આપણા ધાન્યોમાં ઉચ્ચ પોષણ ક્ષમતા છે. તેમાં ઉચ્ચ માત્રામાં પ્રોટીન, એન્ટી ઓક્સીડન્ટ, વિટામીન, ફાઈબર તેમજ ખનિજ તત્વોનો ભંડાર હોવાથી એવા પોષક ધાન્યોને ‘શ્રીઅન્ન’ની ઉપમા આપવામાં આવી છે. આપણી તંદુરસ્તી અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલે જણાવ્યું હતું કે, આરોગ્યની જાળવણી કરવા માટે પણ આપણા ખેડૂતોએ મિલેટસ ધાન્યોનું વાવેતર વધારવું જોઈએ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ ખેડૂતોને આત્મનિર્ભર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા મીલેટસ ધાન્યોના ઉત્પાદનને સતત પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓ ઉપયોગ બંધ કરી પ્રાકૃતિક કૃષિ કરવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મારી સૌ ખેડૂતોને અપીલ છે કે આપણી આવનારી પેઢી અને આપણા સૌના સ્વાસ્થ્ય માટે પ્રાકૃતિક કૃષિ કરીએ.આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી અતુલ ગજેરાએ સ્વાગત પ્રવચન કરીને મિલેટ્સ પાકોનું વાવેતર વધારવા અને મોટા અનાજનો દૈનિક આહારમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડૂતોને સહાય ચુકવણી અને પૂર્વ મંજૂરી હુકમ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિવિધ સ્ટોલ ઉપલબ્ધ કરવામાં આવ્યાં હતાં. જેની મહાનુભાવોએ મુલાકાત લીધી હતી.

        આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખશ્રી નિલમબેન, જિલ્લા પંચાયત સદસ્યશ્રી  ભારતીબેન હળપતિ, શ્રી અનિતાબેન હળપતિ, શાસકપક્ષના નેતાશ્રી મનીષાબેન પટેલ, અગ્રણીઓ શ્રી કિરીટભાઇ પટેલ, શ્રી અશોકભાઇ પટેલ, શ્રી રણધીરભાઇ પટેલ તથા મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!