AMRELI CITY / TALUKO

અમરેલી જિલ્લામાં એક અનોખી ઉજવણી

યોગેશ કાનાબાર રાજુલા

અમરેલી જિલ્લા 108 ટીમ અને આરટીઓ ટીમ અને પોલીસ ટીમ દ્વારા વિશ્વ સંભારણા દિવસ મનાવવામાં આવ્યો.*

ખાસ આ દિવસ નિમિત્તે માર્ગ અકસ્મતમાં જીવ ગુમાવનાર લોકોને શ્રદ્ધાંજલિ આપી આમ જનતાને ટ્રાફિકના નિયમો પાળવા સૂચનો કર્યા.

કોઈપણ અકસ્માત સર્જાય તો તે સમયે તુરંત 108 પર કોલ કરી કોઈ પણ વ્યક્તિની મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવા વિનંતી કરવામાં આવી.

વિશ્વમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા રવિવારે વર્લ્ડ રીમેમ્બરેન્સ દિવસ એટલે કે વિશ્વ સંભારણા દિવસ મનાવવામાં આવે છે જે અંતર્ગત આજરોજ અમરેલી જિલ્લા ખાતે અમરેલી 108, ખિલખિલાટ, 181 મહિલા હેલ્પલાઇન, 1962 એનીમલ હેલ્પલાઇન જેવી વિવિધ ટીમો તેમજ અમરેલી આરટીઓ ટીમ, પોલીસ ટીમ ના સહિયારા ઉપક્રમે આજરોજ વિશ્વ સંભારણા દિવસ નિમિત્તે ખાસ કરીને માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી અને આમ જનતાને ટ્રાફિક ના નિયમો જેમ કે સીટબેલ બાંધવા ,ઓવર સ્પીડ પર ના ચલાવવા, હેલ્મેટ પહેરવા વગેરે જેવા સલામતીના નિયમો નું પાલન કરવા માટે અમરેલી આરટીઓ ઇન્સ્પેક્ટર શ્રી પઢીયાર સાહેબ દ્વારા સુચનો આપ્યા હતા. તેમજ આજના આ દિવસ નિમિત્તે હાજર રહેલ તમામ લોકો દ્વારા ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા અને સલામતીના ભાગરૂપે 108 માં કોલ કરી અકસ્માતમા ઘવાયેલા લોકોની મહામૂલી જિંદગી બચાવવા અને મદદ કરવા માટે પ્રતિજ્ઞા લેવાય હતી. તેમજ કોઈપણ અકસ્માત સર્જાય તો તુરંત 108 પર કોલ કરી 108 એમ્બ્યુલન્સ બોલાવી અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની મદદ કરી મહામૂલી જિંદગી બચાવવામાં મદદરૂપ થવા 108 જિલ્લા અધિકારી દ્વારા વિનંતી કરાઈ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!