NANDODNARMADA

TRB જવાનોને છુટા કરવાના સરકારના પરિપત્ર બાબતે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

TRB જવાનોને છુટા કરવાના સરકારના પરિપત્ર બાબતે નર્મદા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ

 

નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા ૧૪૦ જેટલા TRB પરિવારોની રોજગારી છીનવાશે !??

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય દ્વારા એક પરિપત્ર જાહેર કરીને રાજ્યમાં વર્ષોથી ફરજ બજાવતા આશરે ૯ હજાર જેટલા ટીઆરબી જવાનોને છુટા કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે એક વ્યક્તિ લાંબો સમય ટીઆરબી તરીકે ફરજ બજાવે એ વહીવટી દ્રષ્ટિએ યોગ્ય નહિ હોવાના કારણ સાથે રાજ્ય પોલીસ વડા દ્વારા પરિપત્ર જાહેર કરી દેવાયો છે

ત્યારે ટી આર બી જવાનોમાં રોશની લાગણી જોવા મળી રહી છે આ સંદર્ભે વિવિધ જિલ્લાઓમાં ટીઆરબી જવાનો આવેદનપત્ર આપીને સરકારમાં પોતાની રોજગારી ન છીનવાય તે માટે રજૂઆત કરી રહ્યા છે

 

નર્મદા જિલ્લામાં આશરે 140 જેટલા ટીઆરબી જવાનો ફરજ બજાવે છે ત્યારે તેઓનું ભવિષ્ય અંધકારમય બનશે તેમ હાલ લાગી રહ્યું છે તેઓએ આજે નર્મદા જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપીને સરકારમાં રજૂઆત કરી હતી કે તેઓની નોકરી ચાલુ રાખવામાં આવે તેવી તેઓએ માંગ કરી છે

 

અત્રે ઉલ્લેનિય છે કે સમગ્ર ગુજરાતમાં TRB જવાનો દ્વારા વાર તેહવાર, રાજકીય કાર્યક્રમો વિગેરે માં ખડા પગે રહી ટ્રાફિકની સમસ્યાનું સમાધાન સારી રીતે દૂર કરીને નિષ્ઠા પૂર્વક પોતાની ફરજ અદા કરતા આવ્યા છે અને ખાસ કરીને કોરોના જેવી મહામારીમાં પણ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર તેઓએ પોતાને ફરજ નિષ્ઠાપૂર્વે નિભાવી હતી ત્યારે તેઓને છુટા કરી દેવાનો એક પરિપત્ર બાબતે માનસિક રીતે તોડી નાખે તેવી અસર દેખાઈ રહી છે

 

નર્મદા જિલ્લાના 140 જેટલા TRB જવાનોને તબક્કાવાર છૂટા કરી દેવામાં આવશે તે બાબતે આજે તેઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું અને તેઓ જણાવ્યું હતું કે અમે 14 વર્ષથી TRB માં ફરજ બજાવી છે અને સરકાર ના પરિપત્ર મુજબ તબક્કા વાર અમને છુટા કરી દેવામાં આવશે ત્યારે અમે આટલા વર્ષોથી ફરજ બજાવી છે તો હવે અમારે ક્યાં જવું અમે બેરોજગાર બનીશું આટલી ઉમરે કોણ રોજી આપશે તે અમારી માટે પ્રશ્નો ઉભો થયો છે સરકાર પાસે તેઓ નોકરી નહિ છીનવા રજુઆત કરી રહ્યા છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!