GUJARATJUNAGADHKESHOD

કેશોદ પોલીસને મળી મહત્વની સફળતા મેટાડોરમાં ખચોખચ ભરેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા સાહેબ, તથા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા સાહેબની સુચના અનુસાર તથા નાયબ પોલીસ અધિક્ષક બી.સી.ઠક્કર સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રોહી જુગારની બદી નાથવા સબબ સુચના થઇ આવેલ હોય જે કેશોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી નાઓએ પોલીસ સ્ટાફને બ્રિફીંગ કરી જણાવેલ કે, કેશોદ પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી/જુગારની બદી નાથવા આવી પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમોની વોચમા રહી જેઓ વિશે કોઇ હકીકત મળી આવ્યે કાયદેસર કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ જે અનુસંધાને કેશોદ પો.સ્ટે.ના પોલીસ ઇસન્સ્પેકટર જે.એચ.કછોટ સાથે પેટ્રોલીંગ કરવા જણાવેલ હોય જે સબબ કેશોદ પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.કે.જે.ડાભી ઓને ખાનગી રાહે હક્કિત મળેલ કે, એક મહારાષ્ટ્ર પાસીંગ ની મેટાડોર ટ્રક નંબર MH-48 BM-3845 માં એક ઇસમ ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી વેરાવળ થી કેશોદ તરફ આવનાર છે તેવી હકીકત મળતા સોંદરડા બાયપાસ ચોકડી પાસે એક મેટાડોર ઉભેલ હોય તેની પાસે જતા મેટાડોર ટ્રક ની બોડીમાંથી એક ઇસમ ઉતરી ભાગવા જતા સાથેના પોલીસ સ્ટાફ એ તેને પકડી લીધેલ અને તેનુ નામ સદ્દામહુશેન નીયાઝભાઇ ખાન ધંધો ડ્રાયવીંગ રહે.૧૦૩ રામધની ચાલ મનીયાપાડા શંકર મંદીરની બાજુમાં રીચર્ડ કંમ્પાઉન્ડ પેલહાર પાલઘર મહારાષ્ટ્ર વાળો હોવાનું જણાવતા મેટાડોર ટ્રકમાં પાછળના ભાગમાં જોતા પ્લાસ્ટીકની કોથળી વિંટાળેલ કાગળના બોક્સમાં બોક્સ ગણી જોતા કુલ ૪૦ હોય જે દરેક બોક્સ તોડી જોતા દરેક માં ભારતીય બનાટની ઇંગ્લીશ દારૂની પુઠાની પેટીઓ ભરેલ હોય જે પેટીઓ ગણી જોતા કુલ ૧૦૮ હોય જે પેટીઓ ખોલી જોતા તેમાં પ્લાસ્ટીની નાની નાની બોટલો હોય અને દરેક પેટી માં કુલ ૪૮ આમ કુલ-૧૦૮ પેટીમાં ભારતીય બનાવટના વિદેશી દારુની બોટલો નંગ- ૫૧૮૪ ની કુલ કિ.રૂ. ૫૧૮૪૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૩,૦૦૦/- તથા ટાટા મેટાડોર ટ્રક કિ.રૂ.૪,૦૦૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૯,૨૧,૪૦૦/- ના મુદ્દામાલ સાથે મજકુર ઉપરોક્ત આરોપી મળી આવતા ધોરણસર કાર્યવાહી કરેલ છે. કામગીરી કરનાર અધિકારીઓ પોલીસ ઇન્સ્પેકટર બી.બી.કોળી સુચના મુજબ,પોલીસ સબ ઇન્સ્પેકટર જે.એચ.કછોટ, પો.હેડ.કોન્સ કિરણભાઈ જીવાભાઈ ડાભી, પો.કોન્સ અજયસિંહ કલ્યાણસિંહ તથા પો.કોન્સ કરણભાઇ હમીરભાઇ વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

 

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!