DEVBHOOMI DWARKAKHAMBHALIYA

Dwarka : ખંભાળિયા બસ સ્ટેશન ખાતેથી “શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા” કેમ્પેઈનનો શુભારંભ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

        વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન , જેને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં સતત વેગ મળી રહ્યો છે. સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા બસ સ્ટેશનથી કેબિનેટ મંત્રીશ્રી મુળુભાઇ બેરાએ   ‘શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા’ અભિયનનો પ્રારંભ કરાવ્યો હતો.

        આ પ્રસંગે  કેબિનેટ મંત્રીશ્રીએમુસાફરોને સ્વચ્છતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે, આપણે જેમ આપણા વિસ્તારને, ઘરને સ્વચ્છ રાખીએ છીએ તે જ રીતે બસો તથા બસ સ્ટેશનોને સ્વચ્છ રાખવા  આપણી જવાબદારી છે. સ્વચ્છતા જાળવવાની જવાબદારી આપણા સૌની છે. દરેક બસમાં ડસ્ટબીન મૂકવામાં આવશે.

        વધુમાં કેબિનેટ મંત્રીશ્રીએ જ્યાં-ત્યાં ન થૂંકવા અને ગંદકી ન કરવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા અભિયાનમાં સૌ નાગરિકો જોડાઈએ અને અન્ય લોકોને પણ આ અંગે જાગૃત કરીએ તેમ આહવાન કર્યું હતું.

        આ તકે કેબિનેટ મંત્રીશ્રીએ બસ સ્ટેશનના સ્વચ્છતા કર્મીઓને પુષ્પ ગુચ્છ આપી વંદન કર્યા હતા.

        સ્વચ્છ યાત્રા દરમિયાન વિવિધ એન.જી.ઓ, શાળા/કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વચ્છતા દોડ, રક્તદાન શિબિર, વોલ પેઈન્ટિંગ અને બસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાશે. નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિકમુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે.

        આ અવસરે જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી. ધાનાણી, નગરપાલિકા પ્રમુખશ્રી રચનાબેન મોટાણી, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી મયુરભાઈ ગઢવી, જામનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓપરેટિવ બેંકના ચેરમેનશ્રી પી.એસ.જાડેજા, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેનશ્રી જીતેન્દ્રભાઈ કણઝારિયા, અગ્રણીશ્રી ઘનશ્યામસિંહ જાડેજા, હરિભાઈ નકુમ, અનિલભાઈ તન્ના સહિતના આગેવાનો,અધિકારીઓ-કર્મચારીઓ, સફાઈકર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!