GIR SOMNATHGIR SOMNATH

Gir Somnath : વિશ્વ સુપ્રસિદ્ધ સોમનાથ હોટલ ગેસ્ટ હાઉસ સહિતનું ઓનલાઈન-બુકીંગ કરતી ઠગ ટોળકી હજુ સક્રિય

ઓનલાઈન થી સાયબર ફ્રોડ – ક્રાઈમ વધી રહયા છે, લોકો – ફરીયાદ ન કરતા હોવાથી ઠગટોળકીને મોકળું મેદાન!

વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પ્રતિવર્ષ એક કરોડ ઉપરાંત યાત્રિકો-પ્રવાસીઓ આવતા રહે છે. પોતાની યાત્રા સુખરૂપ અને નિવાસી વ્યવસ્થા નિશ્ચીત બને તે માટે સોમનાથ ટ્રસ્ટના અતિથીગૃહો અગર શહેરના ખાનગી અતિથીગૃહોમાં સોમનાથ મંદિરની બનાવટી વેબસાઈટ ઉભી કરી ઠગ ટોળકી યાત્રિકોને હજુયે ઠગી અને લાખો રૂપિયા ગપચાવી લે છે. તેઓ જ્યારે સોમનાથ આવે છે.ત્યારે ટ્રસ્ટ ના કે ખાનગી ગેસ્ટ હાઉસના રીસેપનીષ્ટ કાઉન્ટર ઉપર તે રસીદ દેખાડી રૂમની ચાવી લેવા જાય છે. ત્યારે જ ખબર પડે છે કે ટ્રસ્ટમાં કે ખાનગી ગેસ્ટહાઉસના ખાતામાં તમોએ જમા કરાવેલી રકમ જમા થઈ જ નથી અને આ સાયબર ફ્રોડ થયો છે.યાત્રિક પ્રવાસીઓ વધુ ઝંઝટમાં પડવા ન માંગતા હોય ટ્રસ્ટને કે ખાનગી ગેસ્ટ હાઉસને અરજી કે મૌખિક ફરીયાદ કરી સંતોષ માને છે અને તે રૂપિયા તો ગયા પણ હવે અહીં નવો ચાર્જ ભરવો પડે છે. જલ્લા પોલીસ તંત્ર અને સાયબર ક્રાઈમ ફ્રોડ વિભાગ આ ટોળકીને અસરકારક કાનુન સકંજામાં લઈ બોધપાઠ રૂપ સજા અપાય તેવા કાનુની પેપરો તૈયાર કરી શોધખોળ કરી પગલા લેવા જોઈએ આ વર્ષે દિવાળી વેકેશનમાં અને આજે પણ આવી ઘટના બનતી જ રહે છે.

વાત્સલ્યમ સમાચાર
મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!