DHARAMPURVALSAD

ધરમપુરના જિલ્લા વિજ્ઞાન કેન્દ્રમાં ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહૂતિ

— ૬૦ કૃતિઓ સાથે ૧૨૦ બાળ વૈજ્ઞાનિકો અને ૬૦ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો

— પાંચ વિભાગની સ્પર્ધામાં કપરાડાની કાજલી, ધરમપુરની વિરવલ, વલસાડની ભાગલ, નેવરી અને ભદેલી પ્રાથમિક શાળા વિજેતા

— તમામ કૃતિઓ હવે પછી ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે

માહિતી બ્યુરોઃ વલસાડ તા. ૧૩ ડિસેમ્બર

ધરમપુરમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ખાતે જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,  જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર અને બી.આર.સી ભવન, ધરમપુર દ્વારા આયોજિત ત્રિ-દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની પૂર્ણાહૂતિ સમારોહ ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ વર્ષે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો મુખ્ય વિષય “સમાજ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી” છે. વિજ્ઞાન પ્રદર્શનના પાંચ પેટા વિભાગો છે. (૧) આરોગ્ય (૨) જીવન – પર્યાવરણ માટે જીવન શૈલી (૩) કૃષિ (૪) પ્રત્યાયન અને પરિવહન (૫) ગણનાત્મક ચિંતન જેવા અલગ અલગ વિષયો પર તાલુકા કક્ષાએ જે શ્રેષ્ઠ કૃતિ પસંદગી પામેલી કુલ ૬૦ કૃતિઓ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં ૧૨૦ બાળ વૈજ્ઞાનિકો અને ૬૦ માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો. આ જિલ્લા કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ ક્રમે શ્રેષ્ઠ પસંદગી પામેલ કૃતિઓમાં વિભાગ ૧. આરોગ્યમાં વિજેતા શાળા પ્રાથમિક શાળા કાજલી, તા.કપરાડા-કૃતિ વોટર ટેન્ક કલીનીંગ મશીન, વિભાગ ૨ જીવન- પર્યાવરણ માટે જીવન શૈલીમાં વિજેતા શાળા વિરવલ પ્રાથમિક શાળા, તા.ધરમપુર- કૃતિ મેજિક છત્રી, વિભાગ 3 કૃષિમાં વિજેતા શાળા ભાગલ પ્રાથમિક શાળા, તા વલસાડ- કૃતિ ફૂડ સ્ટોરેજ મોનીટરીંગ એન્ડ વોર્નિગ એલર્ટ સિસ્ટમ, વિભાગ ૪ પ્રત્યાયન અને પરિવહનમાં વિજેતા શાળા નેવરી પ્રાથમિક શાળા, તા વલસાડ- કૃતિ વાયરલેસ ચાર્જિંગ કાર, બાઈક એન્ડ ઈલેક્ટ્રીસીટી અને વિભાગ ૫ ગણનાત્મક ચિંતનમાં વિજેતા શાળા  ભદેલી બ્રાન્ચ પ્રાથમિક શાળા, તા. વલસાડની સ્માર્ટ વ્હીકલ કૃતિ વિજેતા થઈ હતી. આ તમામ કૃતિઓ હવે પછી ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેશે.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી મણીભાઈ ભુસરા, જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો.અર્જુનભાઈ પટેલ, વલસાડ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય મહેન્દ્રભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના વિજ્ઞાન સલાહકાર ડૉ.પંકજભાઈ દેસાઈ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર કાર્યાધ્યક્ષ અને જિલ્લાના પ્રમુખ ગોકુળભાઈ પટેલ તથા સંઘના હોદ્દેદારો શૈક્ષીક સંઘના અધ્યક્ષ રામુભાઇ પઢેર, ધરમપુર તાલુકા સંઘના પ્રમુખ વિજયભાઈ પરમાર, ધર્મેન્દ્રસિંહજી પરિહાર (ધર્મુદાદા), જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના પ્રજ્ઞેશભાઈ રાઠોડ, બી.આર.સી કો.ઓર્ડીનેટર નેહલબેન વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં માં ફાઉન્ડેશન, શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ અને આશા નોવેલ્ટી ધરમપુરનો સહયોગ પ્રાપ્ત થયો હતો. આ પ્રદર્શનને સફળ બનાવવા માટે જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના શિક્ષા અધિકારી પ્રજ્ઞેશભાઇ રાઠોડ, તથા સ્ટાફ, તાલુકાની આરોગ્યની ટીમ, બી.આર.સી કો.ઓર્ડીનેટર નેહલબેન તથા સી.આર.સી મિત્રો અને જુદી જુદી સમિતિના સભ્યો, બીટ નિરીક્ષક મિત્રોએ તથા તાલુકાના શિક્ષક મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!