DEVBHOOMI DWARKADWARKA

દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

         દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” યોજાઈ હતી. વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવતા  બાળાઓ દ્વારા  તિલક કરીને રથનુ સ્વાગત કરાયું હતું. તેમજ લાભાર્થીઓને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પણ લાભ આપવામાં આવ્યો હતો.

         કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓનો લાભ અને માહિતી  જન જન સુધી મળે તેવા આશય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના રથના પરિભ્રમણની સાથે સાથે ગામડે ગામડે કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને જેમા પાત્રતા ધરાવતા  નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપવામા આવ્યો હતો. જેના ભાગરૂપે દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામ ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમા લાભાર્થીઓને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળના આયુષ્માન કાર્ડ ,ઉજજવલા યોજના સહિતની યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. લાભાર્થીઓએ “મેરી કહાની, મેરી જુબાની” થીમ હેઠળ પોતાને મળેલા યોજનાકીય લાભો વિશેના પ્રતિભાવો રજૂ કર્યા હતા.

         તદુપરાંત કાર્યક્રમમાં ગ્રામજનોએ રથના માધ્યમથી વિકાસની ઝાંખી રજૂ કરતી ફિલ્મ પણ નિહાળી હતી અને આરોગ્ય કેમ્પનો પણ ગ્રામજનોએ લાભ લીધો હતો.  કાર્યક્રમનાં અંતે  ‘વિકસિત ભારત’ માટે પ્રતિજ્ઞા લીધી હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!