GUJARATPRANTIJSABARKANTHATALOD

પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયો

પ્રાંતિજ તાલુકાના બોભા ખાતે ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના બોભા ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડ અને ધારાસભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઇ હતી.

આ પ્રસંગે ઉપસ્થિત સૌ નાગરિકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં સહભાગી થવા તેમજ વિકસિત ભારત-૨૦૪૭ના સ્વપ્નને સાકાર કરવામાં પોતાની ભાગીદારી નોંધાવવાના સંકલ્પ લીધા હતા. લાભાર્થીઓને મહાનુભવોના હસ્તે સહાય વિતરણ કરાયું હતું.

આ પ્રસંગે વડાપ્રધાનશ્રીએ દેશના કેટલાક રાજ્યોના લાભાર્થીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમ થકી વાર્તાલાપ કર્યો જેનુ જીવંત પ્રસારણ ગ્રામજનોએ નિહાળ્યું હતું.

આ કાર્યક્રમ સ્થળે આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસ, આયુષ્યમાન ભારત કાર્ડ તેમજ ઉજ્જવલા યોજના અંગેના સ્ટોલ ઉભા કરી યોજનાઓ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, ગામના સરપંચશ્રી, જન પ્રતિનિધિઓ, આગેવાનો, અધિકારી/કર્મચારીશ્રીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!