BHUJKUTCH

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ છ થી આઠ માટે આ સત્ર થી ભણાવાશે ગીતા ના સિધ્ધાંતો અને મૂલ્યો અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પુસ્તક ને આવકાર આપ્યો

23 – ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.

શ્રીમદ ભાગવત ગીતા ના સિધ્ધાંતો અને મૂલ્યો: ભાગ -૧

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ છ થી આઠ માટે આ સત્ર થી ભણાવાશે ગીતા ના સિધ્ધાંતો અને મૂલ્યો

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પુસ્તક ને આવકાર આપ્યો

ભુજ કચ્છ :- ગુજરાત સરકાર નો ઐતિહાસિક અને સમૃદ્ધ સમાજ નિર્માણ કરવામાં મહત્વ ની ભુમિકા ભજવી શકે એવા સુંદર ચિત્ર કથા ઓ તથા શ્લોકો દ્વારા નાના બાળકો ને બાળપણ થી સર્વ ધર્મ અને સમભાવ ની મુલ્ય લક્ષી શિક્ષણ વ્યવસ્થા ઉભી કરવાના પ્રયત્ન ના ભાગ રુપે આજે ધોરણ છ થી આઠ માં પૂરક અભ્યાસ માટે ના પૂસ્તક ના ભાગ :૧ નું લોકાર્પણ માન.શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોર સાહેબ , રાજ્ય કક્ષા ના શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ ભાઇ પાનેસરીયા સાહેબ તથા શિક્ષણ સચિવશ્રી વિનોદ રાવ સાહેબ દ્વારા કરવામાં આવ્યું આ પુસ્તકોથી નાનપણ થી શાશ્વત જીવન મુલ્યો બાળકો માં સ્થાપિત કરી શકાશે

શાળા પાઠ્યપુસ્તક મંડળ, જીસીઈઆરટી તથા અનેક તજજ્ઞો ના ભગીરથ પ્રયત્નો બાદ આજે તમામ શિક્ષણ વિભાગના અધિકારીઓ ની ઉપસ્થિતિમાં થયેલ ભગવદ્ ગીતા ના આ પુસ્તક નો પ્રાથમિક શાળાઓ માં સમાવેશ કરવાનો ગુજરાત સરકાર ના નિર્ણય ને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ આવકારે છે તથા પુસ્તક નિર્માણ કાર્ય સાથે સંકળાયેલ તમામને અભિનંદન આપે છે ભવદીય : અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!