DEVBHOOMI DWARKADWARKA

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઇ

જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ૬  સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેશે

***

માહિતી બ્યુરો – દેવભૂમિ દ્વારકા

રમતગમત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ પ્રેરિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની સૂર્યનમસ્કાર સ્પર્ધા શ્રી આર.એન.વરોતરિયા કન્યા વિદ્યાલય, ખંભાળીયા ખાતે યોજાઈ હતી. જિલ્લા કક્ષાની સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર ૬  સ્પર્ધકો રાજ્યકક્ષાએ ભાગ લેશે.

ઘર ઘર સુધી યોગ પહોંચે એ હેતુથી શરૂ કરવામાં આવેલ સૂર્ય નમસ્કાર સ્પર્ધા ગ્રામ્ય કક્ષા, વોર્ડ કક્ષા, તાલુકા કક્ષા, નગરપાલિકા કક્ષાએ  યોજાયા બાદ દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાની સ્પર્ધા આર.એન.વરોતરિયા કન્યા વિદ્યાલય, ખંભાળીયા ખાતે યોજાઇ હતી. જેમાં જિલ્લાના ચાર તાલુકાના તથા નગરપાલિકા કક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જિલ્લા કક્ષાની યોજાયેલી આ સ્પર્ધામાં ૪૨ માંથી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે આવનાર આગામી સમયમાં રાજ્યકક્ષાએ દેવભૂમિ દ્વારકાનું પ્રતિનિધિત્વ કરશે.

આ વિજેતાઓમાં પ્રથમ ક્રમે ભાઈઓમાં વારોતરીયા લખમણ, બહેનોમાં  વસરા આશા, દ્વિતીય ક્રમે ભાઈઓમાં સોનગરા અજીત, બહેનોમાં ચાવડા જયશ્રી, તૃતીય ક્રમે ભાઈઓમાં માણેક ખેંગાર, બહેનમાં સુથાર પ્રિયા વિજેતા રહ્યા હતા.

 આ સ્પર્ધામાં જામનગર ડિસ્ટ્રીક્ટ કો – ઓપરેટીવ બેંકના ચેરમેનશ્રી પી.એસ.જાડેજા,  અગ્રણીશ્રી રસિકભાઇ નકુમ, સી.એલ.ચાવડા, ભરતભાઇ ચાવડા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી પરબતભાઇ હાથલીયા, જિલ્લા યોગ કોઓર્ડીનેટર ધનાભાઇ જડીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!