ABADASAKUTCH

અબડાસા મારવાડા સમાજ દ્વારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવ માં ૩૧નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યાં.

૩૧-ડિસેમ્બર.

વાત્સલ્યમ્ સમાચર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અબડાસા કચ્છ.

Related Articles

અબડાસા મારવાડા સમાજ દ્રારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં મારવાડા યુવા સંઘે દરેક નવ દંપતિઓને ભારતીય બંધારણ અને રામદેવજી મહારાજના ઇતિહાસની બુક અર્પણ કરી.

અબડાસા કચ્છ :- મારવાડા સમાજ, અબડાસા દ્રારા આયોજિત ગઢવાડા ખાતે તૃતીત સમૂહ લગ્નોત્સવમાં સ્વાવલંબી,સ્વાભિમાની અને આત્મનિર્ભર સમાજના ૨૫-૩૦ હજાર લોકોની મોટી જનમેદની સાથે સફળતા પૂર્વક યોજાયું હતું, જેમાં કન્યા પક્ષને શૂન્ય શુલ્કથી સમૂહ લગ્નોત્સવમાં જોડાયા હતાં.કચ્છ જિલ્લામાં મેઘવાળ પૈકી મારવાડા સમાજ બન્ની પચ્છમ થી અબડાસા અને આડેસર થી નારાયણ સરોવર સુધી એમ ચારેય તરફ વસવાટ કરે છે.મારવાડા સમાજ, અબડાસાની મુખ્ય અને યુવા બોડી દ્રારા સંયુક્ત ભારે જહેમત સાથે ખંત અને અંત:કરણ પૂર્વક મહેનતથી તૃતીય સમૂહ લગ્નોત્સવ સફળતા પૂર્વક પૂર્ણ થયું હતું.મારવાડા સમાજ, અબડાસા દ્રારા આયોજિત તૃતીય સમૂહ લગ્નોત્સવમાં ૩૧ નવ દંપતિઓએ પ્રભુતાના પગલાં માંડ્યા હતાં.માત્ર મારવાડા સમાજના દિલેર દાતાશ્રીઓના સહયોગથી જ અનેકવિધ વસ્તુઓ કન્યા દાનમાં આપવામાં આવી હતી, જેમાં દિલેર દાતાશ્રીમાં મારવાડા યુવા સંઘના કાર્યકારી અધ્યક્ષ દેવજીભાઈ બુચિયા તથા સમગ્ર ટીમ દ્વારા તૃતીય સમૂહ લગ્નોત્સવમાં દરેક નવ દંપતિઓને ભારતીય બંધારણ અને રામદેવજી મહારાજના ઇતિહાસની બુક અર્પણ કરવામાં આવી હતી સાથો સાથ રોકડ રકમ અર્પણ કરાઇ હતી.સમાજના હોદ્દેદારો દ્વારા મારવાડા યુવા સંઘના કાર્યકારી અધ્યક્ષ શ્રી દેવજીભાઈ બુચિયા અને સમગ્ર ટીમનું સન્માન કરવામાં આવ્યું હતું.સંઘના કાર્યકારી અધ્યક્ષ શ્રી દેવજીભાઈ બુચિયાએ મારવાડા સમાજ,ભારતીય બંધારણ અને રામદેવજી મહારાજના ઇતિહાસ બાબતે સમાજમાં વધુ વધુને જાગૃતિ ફેલાય તે અંતર્ગત પોતાના શબ્દોમાં પ્રવચન આપ્યું હતું.મારવાડા યુવા સંઘના કાર્યકારી અધ્યક્ષ શ્રી દેવજીભાઈ બુચિયા સાથે દિનેશભાઈ ભીમાણી,રમેશભાઈ બળીયા,મહેન્દ્રભાઈ બુચિયા,લાલજીભાઈ ગંઢેર,નવીનભાઈ બળીયા,જગદીશભાઇ ધેડા,ગૌતમભાઈ બુચિયા,નવીનભાઈ નંઝાર,કિશોરભાઈ ગોરડિયા,મહેશભાઈ સીજુ,રમેશભાઈ કુવંટ,વિનોદભાઈ સીજુ,મહેશભાઈ બુચિયા,અશોકભાઈ સીજુ,પ્રેમભાઈ બળીયા,ચમનભાઈ કુવંટ,હંસરાજભાઈ પરગડું,પ્રેમજીભાઈ સીજુ,લાલજીભાઈ બળીયા,હિતેષભાઇ મારવાડા,વાલજીભાઈ કાંગિયા, સુમારભાઈ બુચિયા,ઈશ્વરભાઈ બળીયા,મેઘજીભાઈ બળીયા, રોકીભાઈ પોવર,આદિત્યભાઈ પરગડું,ખીમજીભાઈ કુવંટ,જી.કે.ભદ્રુ,હરેશભાઈ સીજુ,વિશ્રામભાઈ બુચિયા,ગિરિશભાઈ સીજુ,મુકેશભાઇ સીજુ,હરેશભાઈ જેપાર,નવીનભાઈ સીજુ,ભરતભાઇ સીજુ,નવીનભાઈ બુચિયા,મહેશભાઈ બળીયા,રમેશભાઇ જેપાર,વેલજીભાઇ ગોરડિયા,મોહનભાઈ સીજુ,નરેન્દ્રભાઇ કુવંટ,વિજયભાઈ કાંગિયા વગેરે સહયોગ સહ ઉપસ્થિતિ રહ્યાં હતાં.મારવાડા યુવા સંઘમાં સહયોગ સહ ઉપસ્થિતિ રહીને સમૂહ લગ્નોત્સવમાં સેવા આપનારા દરેકને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી સહ અંત:કરણ પૂર્વક હાર્દિક આભાર વ્યક્ત કરતાં સંઘના કાર્યકારી અધ્યક્ષ શ્રી દેવજીભાઈ બુચિયાં. દ્વારા કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!