GUJARATLAKHTARSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

લખતરમાં પ્રાથમિક સુવિધાઓ ન મળતાં બેનર લગાવી વિરોધ નોંધાવ્યો

તા.31/12/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચુંટણી બહિષ્કારની ચિમકી, ભ્રષ્ટાચાર હટાવો લખતર બચાવો.

સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામમાં મહિલા સરપંચ દ્વારા કાર્યભાર સંભાળ્યા પછી ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલાં નાળા, રોડ, રસ્તા, ગટર લાઈન અને ભૂગર્ભ ગટર હોવા છતા નવી ભૂગર્ભ ગટર લાઈન નાખવામાં નવી ભૂગર્ભ ગટર લાઈનમાં કનેક્શન દેવામાં સહિત રોડ રસ્તા બનાવ્યા વગર રૂપિયા ઉપાડી લેવા સહિત અનેક કામમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો સાથે પુરાવા સહિતની લેખિત રજુઆત લખતર તાલુકા પંચાયતથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી કરવામાં આવી છે સાથે બહારના મફતિયાપરા, કેન્ટીનપરા, શ્રેયાશ સોસાયટી, કૃષ્ણનગર, ભૈરવપરા, ઇન્દિરા આવાસ યોજના શ્રીનાથજી સોસાયટી સહિતના વિસ્તારમાં રોડ, રસ્તા, લાઈટ અને સફાઈનો અભાવ હોવાથી લખતર ગામના રહીશોમાં રોષ ફાટી નીકળ્યો છે આથી પરા વિસ્તારમાં લખતર પાટડી દરવાજે ઉગમણા દરવાજે ગાંઘીચોક સહિતના વિસ્તારમાં ચૂંટણી બહિષ્કાર અમારા વિસ્તારમાં મત માંગવા આવવું નહિ ભ્રષ્ટાચાર ભગાવો લખતર બચાવો. લખતર વાસીઓ એક બનીએ લખતરમાંથી ભ્રષ્ટાચાર ભગાવીએ સહિતના સ્લોગન સાથેના બેનર લગાવવામાં આવતા લખતર ગામમાં ચકચાર મચી જવા સાથે જાગૃત નાગરિકોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!