GUJARATMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ના મોટી બરાર ગામે પારિવારિક જમીન પર બાંધકામ કરવા મામલે પરિણીતા પર હુમલો

માળીયા(મી)ના મોટી બરાર ગામે પારિવારિક જમીન પર બાંધકામ કરવા મામલે પરિણીતા પર હુમલો

માળીયા(મી)ના મોટી બરાર ગામે પારિવારિક જમીન ઉપર સંડાસ-બાથરૂમ બનાવવા પાયો ખોદેલ જે બાબતે કુટુંબિક મોટા સસરા, સાસુ તથા મોટા સસરાના દીકરાની વહુ સહિતનાઓએ પરિણીતાને છુટા પથ્થરનો ઘા મારી તથા અન્ય બંને મહિલાઓ દ્વારા ઝપાઝપી કરી મૂંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પરિણીતા દ્વારા ફરિયાદ નોંધાવતા હાલ માળીયા(મી) પોલીસે ફરિયાદના આધારે ત્રણેય સામે ગુન્હો મોંઘી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માળીયા(મી)ના મોટી બરાર ગમે રહેતા ભારતીબેન દીપકભાઈ મુન્સી ઉવ.૨૮ ae આરોપી ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયા, જયાબેન ભુરાલાલ મુછડીયા, દક્ષાબેન વિરજીભાઇ મુછડીયા રહે.બધા મોટી બરાર વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે પોતાના ઘરે પારિવારિક જગ્યા બાબતે આરોપી ભુરાલાલ સાથે વિવાદ ચાલતો હોય અને તે જગ્યા પર ભારતીબેનના પરિવાર દ્વારા સંડાસ બાથરૂમ બનાવતા હોય ત્યારે આ સંડાસ બાથરૂમનો પાયો ખોદેલ હોય જે બાબતે ખાર રાખી આરોપી ભુરાલાલ પાયો બુરતા હોય જે પાયો બુરવાની ભારતીબેને ના પાડતા એક્દમ ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ અપશબ્દો બોલી છુટા પથ્થરનો ઘા મારી કમરના ભાગે મુંઢ ઇજા કરી ચાલ્યા ગયા હતા. જે બાબતે ભારતીબેન અને તેના સાસુ નિશાબેન આરોપીને સમજાવવા જતા આરોપી જયાબેન અને દક્ષાબેન સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી તેમજ આરોપી ભુરાલાલ એ ભારતીબેનને જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજા એ ગુન્હામાં મદદગારી કર્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તમામની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!