GUJARATLODHIKARAJKOT

Lodhika: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોધીકા ખાતે ૬ જાન્યુઆરીના રોજ દિવ્યાંગ સાધન સહાય એસેસમેન્ટ કેમ્પ યોજાશે: લાભાર્થીઓને કેમ્પનો લાભ લેવા અનુરોધ

તા.૩/૧/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Lodhika: રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોધીકા તાલુકા વિસ્તારના LOCOMOTOR DISABILITY (અસ્થિવિષયક ખામી), HEARING IMPAIRED (સાંભળવાની ક્ષતિ), VISUALLY IMPAIRED (અંધત્વ), CEREBAL PALSY (સેરેબ્રલ પાલ્સી) પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓ પૈકી દિવ્યાંગતાની કેટેગરી મુજબ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સી.એચ.સી. લોધીકા ખાતે એસેસમેન્ટ કેમ્પ યોજાશે. આ કેમ્પ તા.૦૬/૦૧/૨૦૨૪ શનિવારના રોજ સવારે ૯:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક સુધીમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર, લોધીકા ખાતે યોજાનાર છે જેનો લોધીકા તાલુકાના દિવ્યાંગ લાભાર્થીઓને લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

કેમ્પ ખાતે દિવ્યાંગ લાભાર્થી દ્વારા સાધન સહાય મેળવવા માટે દિવ્યાંગતાની ટકાવારી દર્શાવતા મેડીકલ સર્ટીફિકેટની નકલ, ભારત સરકારશ્રીના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આપવામાં આવેલ યુ.ડી.આઇ.ડી. (UDID) કાર્ડની નકલ, વાર્ષિક આવક મર્યાદા રૂ.૨,૬૪,૦૦૦/- સુધીના પ્રમાણપત્રની નકલ (મામલતદારશ્રી, તલાટી મંત્રીશ્રી, ધારાસભ્યશ્રી, સાંસદ સભ્યશ્રી), અરજદારશ્રીના આધાર કાર્ડની નકલ,અરજદારશ્રીના રેશન કાર્ડની નકલ તેમજ અરજદારશ્રીના પાસપોર્ટ સાઇઝના ૦૨ ફોટા જેવા જરૂરી આધાર પુરાવાઓ સાથે લાવવાના રહેશે તેમ મામલતદાર શ્રી, લોધીકાની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Back to top button
error: Content is protected !!